મુખ્ય સમાચાર
News of Tuesday, 4th May 2021

બ્રાઝિલમાં સગર્ભા, માતા બન્યા બાદ ૮૦૦ મહિલાઓનાં મોત

કોરોના મહામારી ગર્ભવતી મહિલાઓ માટે કાળ બની : દેશના અધિકારીઓએ મહિલાઓને ચેતવણી આપી છે કે તેઓ પ્રેગ્નેન્સી માટેના પ્લાન થોડા સમય માટે મોકૂફ રાખે

બ્રાઝિલિયા, તા. :  કોરોના વાયરસનો સામનો કરી રહેલા બ્રાઝિલમાં ગર્ભવતી મહિલાઓ માટે મહામારી કાળ બનતી જઈ રહી છે. બ્રાઝિલમાં સગર્ભા અને માતા બન્યા બાદ તરત ૮૦૦ મહિલાઓના મોતથી આખો દેશ હચમચી ઉઠ્યો છે. દેશના અધિકારીઓએ મહિલાઓને ચેતવણી આપી છે કે તેઓ તેમની પ્રેગ્નેન્સી માટેના પ્લાન થોડા સમય માટે મુલતવી રાખે. બ્રાઝિલમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.

બ્રાઝિલની ટાસ્કફોર્સના જણાવ્યા અનુસાર ગયા વર્ષે ફેબ્રુઆરીમાં કોરોના મહામારીની ઝપેટમાં આવ્યા બાદ ઓછામાં ઓછી ૮૦૩ ગર્ભવતી અને બાળકને જન્મ આપનાર મહિલાઓના મોત થયા હતા. જેમાંથી ૪૩૨ મોત વર્ષે થયા છે. બ્રાઝિલમાં વર્ષે કોરોના વાયરસ સૌથી ખતરનાક સ્તર પર પહોંચી ગયો છે. તાજેતરમાં બ્રાઝિલના અખબારો સગર્ભા સ્ત્રીઓનાં મોતનાં સમાચારોથી ભરાયેલા જોવા મળ્યા હતા.

વિશ્વભરમાં કોરોના વાયરસના કહેરની વચ્ચે સગર્ભા સ્ત્રીઓના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ નિષ્ણાતો ચેતવણી આપે છે કે બ્રાઝિલની પરિસ્થિતિ વિશ્વના અન્ય ભાગોની તુલનામાં વધુ જોખમી છે. કારણ છે કે બ્રાઝિલમાં કોરોના ઓછો થાય ત્યાં સુધી અધિકારીઓએ મહિલાઓને ગર્ભ ધારણ કરવામાં વિલંબ કરવાની ચેતવણી આપી છે. એક અનુમાન મુજબ વિશ્વમાં કોરોનાને કારણે સગર્ભા સ્ત્રીઓના કુલ મૃત્યુનો ૭૭. ટકા હિસ્સો બ્રાઝિલનો છે.

જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા અનુસારવૈશ્વિક કોરોના કેસ ૧૫૩. મિલિયન થઈ ગયા છે અને .૨૦ મિલિયનથી વધુ લોકોના મોત થયા છે. મંગળવારે સવારે યુનિવર્સિટીના સેન્ટર ફોર સિસ્ટમ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (સીએસએસઇ) તેના તાજેતરના અપડેટમાં ખુલાસો કર્યો છે કે વર્તમાન વૈશ્વિક કેસલોડ અને મૃત્યુદર ૧૫૩,૧૭૭,૯૩૧ અને ,૨૦૯,૩૪૯ છે.

(9:38 pm IST)