મુખ્ય સમાચાર
News of Monday, 4th July 2022

PM નરેન્‍દ્રભાઇ મોદી આંધ્રપ્રદેશ પહોંચ્‍યાઃ સ્‍ટેજ પરથી ઉતરીને ૯૦ વર્ષીય મહિલાના ચરણ સ્‍પર્શ કર્યાઃ આશીર્વાદ લીધા

PM આંધ્રપ્રદેશના અગ્રણી સ્‍વતંત્રતા સેનાની શ્રી પાસલા કળષ્‍ણમૂર્તિના પરિવારને મળ્‍યા

ભીમાવરમ (આંધ્રપ્રદેશ), તા.૪: વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ સોમવારે અલ્લુરી સીતારામ રાજુની ૩૦ ફૂટની કાંસાની પ્રતિમાનું અનાવરણ કર્યું. આ પ્રસંગે પોતાના સંબોધન દરમિયાન પીએમે કહ્યું કે દેશની આઝાદીની લડાઈનો ઈતિહાસ અમુક વર્ષો કે અમુક લોકો સુધી સીમિત નથી, પરંતુ દેશના ખૂણે ખૂણેથી થયેલા બલિદાનોનો ઈતિહાસ છે. પ્રતિમાનું અનાવરણ કર્યા બાદ તેમણે કહ્યું કે મહાન સ્‍વાતંત્ર્ય સેનાનીની ૧૨૫મી જન્‍મજયંતિ અને રામ્‍પા વિદ્રોહની શતાબ્‍દી વર્ષભર ઉજવવામાં આવશે. તેમના ભાષણ પછી, PM આંધ્રપ્રદેશના અગ્રણી સ્‍વતંત્રતા સેનાની શ્રી પાસલા કળષ્‍ણમૂર્તિના પરિવારને મળ્‍યા. વડાપ્રધાન કળષ્‍ણમૂર્તિની પુત્રી ૯૦ વર્ષીય પાસલા કળષ્‍ણ ભારતીજીને મળ્‍યા અને તેમના આશીર્વાદ લીધા. પીએમ સ્‍વતંત્રતા સેનાનીની બહેન અને ભત્રીજીને પણ મળ્‍યા હતા.

અગાઉ, સમારંભમાં તેમના સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે, સ્‍વાતંત્ર્ય સંગ્રામ એ માત્ર કેટલાક વર્ષોનો, કેટલાક પ્રદેશો અથવા કેટલાક લોકોનો ઇતિહાસ નથી. દેશના ખૂણે ખૂણેથી થયેલા બલિદાનોનો આ ઈતિહાસ છે. અલ્લુરી સીતારામ રાજુને શ્રદ્ધાંજલિ આપતાં તેમણે કહ્યું કે તેઓ નાની ઉંમરમાં જ દેશના સ્‍વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા હતા. તેમણે આદિવાસી કલ્‍યાણ અને દેશ માટે પોતાની જાતને સમર્પિત કરી દીધી અને તેઓ નાની ઉંમરે ‘શહીદ' બની ગયા.

તેમના જીવનને પ્રેરણાદાયી ગણાવતા વડાપ્રધાને કહ્યું કે અલ્લુરી ‘ભારતની સંસ્‍કળતિ, આદિવાસી ઓળખ અને મૂલ્‍યોનું પ્રતીક' હતા. તેવી જ રીતે હવે તેઓએ દેશના સપના સાકાર કરવા માટે આગળ આવવું જોઈએ.

(3:57 pm IST)