મુખ્ય સમાચાર
News of Monday, 4th July 2022

સંબંધી હોય તો પણ સંમતિ વિના છોકરીના શરીરને સ્પર્શ કરવાનો અધિકાર નથી : સગીર કઝીન યુવતીનો બળજબરી પૂર્વક હાથ પકડી લગ્નનો પ્રસ્તાવ મૂકવા બદલ મુંબઈ કોર્ટે 43 વર્ષીય આરોપીને એક મહિનાની જેલ સજા ફટકારી

મુંબઈ : મુંબઈના મુલુંડની એક મેજિસ્ટ્રેટ કોર્ટે તાજેતરમાં 43 વર્ષના એક વ્યક્તિને તેની સગીર કઝીનનો તેની સંમતિ વિના બળજબરી પૂર્વક હાથ પકડી લગ્નનો પ્રસ્તાવ મુકવા બદલ ₹1,000ના દંડ સાથે એક મહિનાની જેલની સજા ફટકારી છે.[ધ સ્ટેટ ઑફ મહારાષ્ટ્ર વિ મણિકુમાર વિલ્સન નાદર] .

મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ આર ડી ડાંગેએ જણાવ્યું હતું કે છોકરીના સંબંધી હોવાના કારણે આરોપીને તેની સંમતિ વિના તેના શરીરને સ્પર્શ કરવાનો અધિકાર નહોતો.

"હાલના કેસમાં ફરિયાદી યુવતીએ જુબાની આપી છે કે તે આરોપીના કૃત્યથી નારાજગી અને શરમ અનુભવે છે. જોકે આરોપી તેનો સંબંધી છે, તો પણ તેને સંમતિ વિના શરીરને સ્પર્શ કરવાનો કોઈ અધિકાર નથી તેવું કોર્ટે જણાવ્યું હતું.

સગીરે ફેબ્રુઆરી 2009માં ભાંડુપ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 323 અને 354 હેઠળ જ્યારે તે ધોરણ 9માં હતી ત્યારે ફરિયાદ નોંધાવી હતી. તેણીએ દાવો કર્યો હતો કે જ્યારે તે શાળાએથી ઘરે જતી હતી, ત્યારે તેના કઝીને કથિત રીતે તેનો હાથ પકડી લીધો હતો, લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો અને તેને તેના ઘરે આવવા આમંત્રણ આપ્યું હતું.

આરોપીએ દયાની વિનંતી કરી અને કહ્યું કે તેને પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટ મુજબ સારા વર્તનના બોન્ડ પર છોડવામાં આવે.

ગુનાની પ્રકૃતિ, પીડિતાની ઉંમર અને અન્ય ફરિયાદોની ચાલુ પ્રકૃતિને કારણે કોર્ટે નક્કી કર્યું કે આ કેસ પ્રોબેશન ઑફ ઑફેન્ડર્સ એક્ટના લાભો માટે લાયક નથી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:03 pm IST)