મુખ્ય સમાચાર
News of Wednesday, 4th August 2021

હવે ઓલિમ્પિકમાં પણ ચીનને પછડાટ : ભારતીય પહેલવાન દીપક પુનિયાએ ચીની પહેલવાનને હરાવીને સેમીફાઇનલમાં

દીપકે ક્વાર્ટરફાઇનલમાં ચીનના પહેલવાન જુશેન લિનને 6-3 મ્હાત આપી: દીપકનો હવેનો મુકાબલો અમેરિકાના પહેલવાન ડેવિડ ટેલર સાથે થશે

ભારતના યુવા પહેલવાન દીપક પુનિયાએ દેશની આશાઓ યથાવત રાખી છે. ટોક્યો ઓલિમ્પિકમાં કુશ્તીના 86 કિલોગ્રામ ભારવર્ગમાં દીપકે સેમીફાઇનલમાં જગ્યા મેળવી છે. 22 વર્ષીય પહેલવાને જોરદાર શરુઆત કરી અને પ્રી ક્વાર્ટરફાઇનલમાં નાઇજીરીયાઇ પહેલવાન એકરેકેમ એગિયોમોરને 12-1થી હરાવ્યા. પહેલો મુકાબલો સરળતાથી જીત્યા બાદ દીપકે ક્વાર્ટરફાઇનલમાં જોરદાર પ્રદર્શન કર્યુ.હતું

દીપકે ક્વાર્ટરફાઇનલમાં ચીનના પહેલવાન જુશેન લિનને 6-3 મ્હાત આપી છે. જો કે આ મુકાબલામાં દીપકને ચીની ખેલાડીએ જોરદાર ટક્કર આપી. એક સમયે બંને ખેલાડી 3-3ની બરાબરી પર હતા. પરંતુ ભારતીય પહેલવાને છેલ્લી 10 સેકન્ડમાં બાજી પલટી દીધી તેમણે જોરદાર પલટવાર કર્યો અને બે ત્રણ મહત્વપૂર્ણ ટેક્નિકલ પોઇન્ટ મેળવ્યા. આ જીત સાથે જ દીપકે સેમીફાઇનલમાં જગ્યા મેળવી લીધી છે દીપકનો હવેનો મુકાબલો અમેરિકાના પહેલવાન ડેવિડ ટેલર સાથે થશે .

(1:04 pm IST)