મુખ્ય સમાચાર
News of Wednesday, 4th August 2021

ભારતે લદ્દાખમાં એક નવી ઉંચાઇ મેળવી: ચીનની સરહદ નજીક દુનિયાની સૌથી ઉંચી સડક બનાવી

ઉમલિંગલા પાસ થઇને પૂર્વી લદ્દાખના ચુમાર સેક્ટરને જોડતી સડકની ઊંચાઈ સમુદ્રની સપાટીથી 19,300 ફૂટ

નવી દિલ્હી :  ભારતે લદ્દાખમાં એક નવી ઉંચાઇ મેળવી છે. બોર્ડર રોડ ઓર્ગેનાઇજેશન (બીઆરઓ)એ અહીં દુનિયાની સૈથી ઉંચી સડક બનાવી છે. આ સડક પૂર્વી લદ્દાખના ઉમલિંગલા પાસમાં આવેલી છે. જેની ઉંચીઇ સમુદ્રની સપાટીથી 19,300 ફૂટ છે. જેની સાથે જ ભારતે બોલિવિયાનો રેકોર્ડ તોડ્યો છે. અત્યાર સુધીમાં દુનિયાની સૌથી ઉંચી સડકનો રેકોર્ડ બોલિવિયાના નામે હતો. બોલિવિયામાં આવેલી સડકની ઉંચાઇ સમુદ્રની સપાટીથી 18,953 ફૂટ છે. જ્યારે ભારતીય સેનાએ આ રેકોર્ડ તોડ્યો છે. રક્ષા મંત્રાલયે બુધવારે તેની જાણકારી આપી છે.

આ સડકની લંબાઇ 52 કિલોમીટર છે અને આ સડક ઉમલિંગલા પાસ થઇને પૂર્વી લદ્દાખના ચુમાર સેક્ટરને જોડે છે.

આ સડક સ્થાનિક લોકો માટે ઘણી ફાયદાકારક સાબિત થશે. તેનું કારણ છે કે આ સડક ચિસુમ્લે અને ડેમચોકને પૂર્વી લદ્દાખ સાથે જોડવાનો વૈકલ્પિક રસ્તો બનશે. આ સડક બનવાથી લદ્દાખનો સામાજીક અને આર્થિક વિકાસ થશે. સાથે અહીં પરિવર્તનને પણ પ્રોત્સાહન મળશે. રક્ષા મંત્રાલયને જણાવ્યા પ્રમાણે આ સડકને બનાવવા માટે બીઆરડીઓને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો છે.

(11:44 pm IST)