મુખ્ય સમાચાર
News of Friday, 4th September 2020

વિશ્વમાં 2.64 કરોડ લોકો કોરોનાથી સંક્રમિત :8.73 લાખ લોકોના મોત

સાજા થયેલ દર્દીઓની સંખ્યા 1.86 કરોડએ પહોંચી

કોરોના વાયરસે દુનિયાભરમાં તહેલકો મચાવ્યો છે. WHOએ મહામારી ઘોષિત કરેલા આ રોગનો દિવસેને દિવસે પ્રકોપ વધતો જાય છે. અમેરિકા જેવી મહાસત્તા પણ કોરોના સામે હાંફી રહી છે. દુનિયા મંદીના પહોંચી ગઈ છે. અમેરિકા, બ્રાઝીલ, રશિયા, ભારત,ઈટાલી, સ્પેન અને યૂરોપીય દેશોની સ્થિતિ કફોડી થઈ છે ત્યારે જે દેશમાં કોરોનાનો ઉદ્ભવ થયો તે ચીનની હાલત હાલ સ્થિર છે આજની સ્થિતિએ વિશ્વમાં કોરોનાના કુલ કેસ 2.64 કરોડ થયા છે કુલ મૃત્યુઆંક  8.73 લાખ થયો છે જયારે સાજા થયેલ દર્દીઓની સંખ્યા 1.86 કરોડએ પહોંચી છે 

(10:01 am IST)