મુખ્ય સમાચાર
News of Friday, 4th September 2020

લોકડાઉનના 5 મહિનામાં 83 લાખથી વધારે નવા લોકો બન્યા મનરેગા શ્રમિક : તૂટ્યો 7 વર્ષનો રેકોર્ડ

નવા 83.20 લાખ જોબ કાર્ડમાં સૌથી વધુ 21.09 ઉત્તરપ્રદેશના

નવી દિલ્હી : કોરોના સંકટના કારણે દેશની અર્થવ્યવસ્થા ભાંગી પડી છે, બેરોજગારી ઝડપથી વધી રહી છે. ત્યારે કોરોના કાળમાં મનરેગા પ્રવાસી શ્રમિકો માટે વરદાન રૂપ સાબિત થયું છે. ચાલુ નાણાંકીય વર્ષમામં આ યોજનાના આધારે 83 લાખથી વધારે પરિવારોને જોબ કાર્ડ અપાયું છે. અત્રે  ઉલ્લેખનીય છે કે 1 એપ્રિલથી 3 સપ્ટેમ્બરની વચ્ચે જે સંખ્યા સામે આાવી છે તે છેલ્લા 7 વર્ષના વાર્ષિક વૃદ્ધિથી વધારે છે.

વર્ષ 2019-20ના વર્ષમાં 64.70 લાખ નવા જોબ કાર્ડ જાહેર કરાયા હતા. તેમાંથી 28.32 ટકાનો વધારો જોવા મળ્યો છે. નવા જોબ કાર્ડમાં હવે કોરોનાના કારણે દેશમાં લાગેલા લોકડાઉનને લઈને પ્રવાસી શ્રમિકો મોટી સંખ્યામાં વતન પરત ફર્યા છે. 83.20 લાખ નવા જોબ કાર્ડમાં સૌથી વધુ એટલે કે 21.09 ઉત્તરપ્રદેશના, બિહારમાં 11.22 લાખ અને પશ્ચિમ બંગાળમાં 6.82 લાખ, રાજસ્થાનમાં 6.58 લાખ અને મધ્યપ્રદેશમાં 5.56 લાખ લોકો સામેલ થયા છે. તેમાં મોટી સંખ્યામાં ગામમાં પરત ફરેલા શ્રમિકોનો સમાવેશ થાય છે.

(10:46 am IST)