મુખ્ય સમાચાર
News of Friday, 4th September 2020

ઓકટોબર નવેમ્બર સુધીમાં અમેરિકા તૈયાર કરશે બે રસી

આરોગ્ય સંસ્થાઓને મોકલાયા નામ

વોશીંગ્ટન,તા.૪ : કોરોના મહામારી સામે લડવાનું હવે ફકત રસી થી જ શકય છે. જેના માટે દુનિયા ભરના વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા છે. અમેરિકન સંસ્થા  સીડીસીએ જાહેર આરોગ્ય સાથે સંકળાયેલી એજન્સીઓને જણાવ્યું છે કે તે ઓકટોબર અથવા નવેમ્બર સુધીમાં બે રસીઓ તૈયાર કરી શકે છે.

ગયા અઠવાડીયે સીડીસી દ્વારા જાહેર આરોગ્ય સાથે સંકળાયેલી સંસ્થાઓને મોકલાયેલા દસ્તાવેજોમાં રસીને એ અને બી નામ અપાયા છે. તેમાં રસી સાથે સંકળાયેલી જરૂરી મહત્વપૂર્ણ માહિતી સામેલ છે. જેમકે રસીની શોધનો સમય, તેને કયા ઉષ્ણતામાન પર રાખવાની છે આ માપદંડો મોર્ડના અને ફાઇઝર કંપની દ્વારા તૈયાર રસીના માપદંડો સાથે મળતા આવે છે.

રસી અલગ અલગ પ્રકારની હોય છે. પણ સામાન્ય રીતે તે નિષ્ક્રીય વાયરસ, નબળા જીવતા વાયરસ અથવા તેના પ્રોટીનના નાના નાના ટુકડાઓની મદદથી તૈયાર કરવામાં આવે છે. મોડર્ના અને ફાઇઝર આનાથી અલગ પધ્ધતિ જેનેટીક મોલેકયુલ જેને આરએનએ મેસેન્જર કહેવાય છે તેની ટેકનીક પર કામ કરી રહી છે. આ પ્રકારની રસી અત્યાર સુધી માનવો પર પ્રયોગ પરવાનગી નથી મળી

જેનેટીક મોલેકયુલ સીધું માંસ પેશીઓમાં લગાવવામાં આવે છે જેને કોરોના પ્રોટીન જેવું પ્રોટીન તૈયાર કરશે. જો તેમાં સફળતા મળશે તો શરીરમાં બનેલ પ્રોટીન ઇમ્યુન સીસ્ટમને સક્રિય કરી દેશે જેનાથી લાંબા સમય સુધી વાયરસથી બચાવ શકય બનશે.

(11:10 am IST)