મુખ્ય સમાચાર
News of Friday, 4th September 2020

વૈભવી 'ઠાઠ'થી જીવતો હતો ભ્રષ્ટાચારી ખનિજ અધિકારીઃ ઘરમાં જ બાર, થિએટર, બાથરૂમમાં AC: પાંચ વખત સસ્પેન્ડ થઈ ચૂકયો

ખનીજ અધિકારીની સંપૂર્ણ આવક ૭૫ લાખ રૂપિયા હતીઃ જોકે, તેણે પોણા ત્રણ કરોડ રૂપિયા માત્ર એક ઘરમાં જ લગાવ્યા હતા

 ઇન્દોર,તા.૪: ભ્રષ્ટ અધિકારીઓ બે નંબરના રૂપિયાથી તાગડધીન્ના કરતા અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. આવો જ એક કિસ્સો મધ્ય પ્રદેશના ઇન્દોરમાં સામે આવ્યો છે જયાં પાંચ વખત સસ્પેન્ડ થઈ ચૂકેલા ઇન્દોરના ખનિજ અધિકારી પ્રદીપ ખન્નાના ઘરોમાં જ લોકાયુકતના દરોડા પાડ્યા હતા. જયાં વૈભવ વિલાસ વસ્તુઓ જોઈને અધિકારીઓ ચોંકી ગયા હતા

 ઇન્દોરની માઉન્ટ બર્ગ કોલોનીમાં સ્થિત પ્રદીપ ખન્નાના એક આલિશાન મકાનના તાળા ખૂલ્યાં તો અધિકારીઓ હૈરાન થઈ ગયા હતા. જેમાં ખનીજ અધિકારીની સંપૂર્ણ આવક ૭૫ લાખ રૂપિયા હતી. જોકે, તેણે પોણા ત્રણ કરોડ રૂપિયા માત્ર એક ઘરમાં જ લગાવ્યા હતા

 આ ઘરમાં એક લાખ રૂપિયાનું ડાઈનિંગ ટેબલ, ૧૨ સીટર સોફા સાથે મિનિ થિએટર, ઝૂમર, વિદેશી લાકડાથી બનેલું ફર્નિચર અને દરેક રૂમમાં બે બે એસી સાથે બાથરૂમમાં પણ એસી લાગેલા હતા. ત્યાં જકૂજી બનાવેલા મળ્યા હતા. મોંઘી દારૂના શોખીન ખન્નાના ઘરમાં એક મીની બાર પણ મળ્યો હતો.

 ઉલ્લેખનીય છે કે પહેલા ઇન્દોરમાં ખનિજ અધિકારી રહી ચૂકેલા પ્રદીપ ખન્ના ૩ અલગ-અલગ મકાનો ઉપર લોકાયુકત પોલીસે બુધવારે સવારે દરોડા પાડ્યા હતા. ઇન્દોરના પટેલ વિલાના ફ્લેટ અને બાયપાસ સ્થિત ઘરોમાં પરિવારના સભ્યોની હાજરીમાં કાર્યવાહીકરવામાં આવી હતી.

 ઇન્દોરના તાત્કાલિન ખનિજ અધિકારી પ્રદીપ ખન્નાના ઇન્દોરના શ્યોપુર ટ્રાન્સફર થઈ ગયા હતા. લીજના મામલે ઇન્દોરમાં કમિશનરે ખન્નાને સસ્પેન્ડ કર્યા હતા. ઇન્દોરમાં ખનિજ વિભાગના જિલ્લા અધિકારીના પદ ઉપર ફરજ બજાવતા પ્રદીપ ખન્ના વર્તમાનમાં શ્યોપુરમાં ફરજ બજાવે છે

 જાણકારી પ્રમાણે કાર્યવાહી દરમિયાન ઇન્દોરમાં ખનિજ વિભાગ સંબંધિત દસ્તાવેજો લોકાયુકતને મળ્યા છે. ભોપાલમાં રોકડ સહિત મોટી માત્રામાં દસ્તાવેજ પણ મળ્યા છે. પ્રદિપ ખન્ના ઉપર આવક કરતા વધારે સંપત્ત્િ।ના મામલે ફરિયાદ ઉપર કાર્યોવાહી થઈ હતી. ત્યારબાદ પ્રારંભિક જાણકારી પ્રમાણે લોકાયુકત પોલીસે ઇન્દોરમાં બે બંગલા, ૧ ફ્લેટ અને ૮ લાખ રોકડા અને સંબંધીત દસ્તાવેજો મળ્યા છે.

(11:21 am IST)