મુખ્ય સમાચાર
News of Friday, 4th September 2020

સોફ્ટબેન્ક ટીકટોક ઇન્ડિયાને ખરીદે તેવી શક્યતા : અન્ય કંપનીઓમાં પણ રેસમાં

રિલાયન્સ જિયો તથા ભારતી એરટેલ સાથે વાતચીત ચાલુ

 નવી દિલ્હી : ભારતમાં ફરીથી ટિકટોક શરુ થઇ શકે છે. ટિકટોક ની ભારતીય એસેટને જાપાની કંપની સોફ્ટબેન્ક ખરીદવાની તૈયારી કરી રહી છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર તેથી તે ભારતીય એસેટને જાપાની કંપની સોફ્ટબેન્ક ખરીદવાની તૈયારી કરી રહી છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર તે ભારતીય પાર્ટનર પણ શોધી રહી છે અને તેની રિલાયન્સ જિયો તથા ભારતી એરટેલ સાથે વાતચીત પણ ચાલી રહી છે.

જણાવી દઇએ કે જુલાઇમાં ભારત સરકારે રાષ્ટ્રીય સુરક્ષા અને ગોપનીયતાનો હલાવો આપીને ટિકટોક સહિત 58 ચીની એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે કંપની યુઝર્સનો ડેટા ચીનની સરકાર સાથે શેર કરી રહી છે. TikTok પર અમેરિકામાં પણ બૅન છે અને ત્યાં પણ તેના બિઝનેસને ખરીદવાનો પ્રયાસ અનેક ટેક કંપનીઓ કરી રહી છે. બીજી તરફ યુવાનોમાં લોકપ્રિય બનેલ ગેમ પબજી ઉપર પણ ભારતમાં પ્રતિબંધ મુકાયો છે. જોકે ટિક્ટોકની માફક પબજીને પણ ભારતીય કંપની ખરીદી લે તો તેને ફરી ભારતમાં એન્ટ્રી મળી શકે

(12:24 pm IST)