મુખ્ય સમાચાર
News of Friday, 4th September 2020

ભ્રષ્ટચારના આરોપવાળા અધિકારીઓ સામેની ખાતાકીય તપાસમાં થતા વિલંબ સામે અમિત શાહની લાલ આંખ

સમય અવધિમાં જ નિર્ધારીત દિશાનિર્દેશો મુજબ પુછપરછ કરી લેવા સંબંધિત વિભાગોને પાઠવાયા પત્રો

નવી દિલ્હી તા. ૪ : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ એ વાતને લઇને નારાજ છે કે તેમના તાબા હેઠળના વિભાગો દ્વારા ભ્રષ્ટાચારના આરોપનો સામનો કરી રહેલ અધિકારીઓની તપાસ કરવામાં ઘોર વિલંબ થઇ રહ્યો છે. શ્રી શાહે તેમને નિયમોનું પાલન કરવા આદેશો કર્યા છે.

દરેક પ્રભાગો અને સંગઠનોને મોકલવામાં આવેલ સંદેશામાં એવુ જણાવાયુ છે કે ગૃહમંત્રીશ્રીએ જોયા જાણ્યા મુજબ તપાસ અને વિભાગીય સંચાલનમાં નિરધારીત સમયમાં કેન્દ્રીય સતર્કતા આયોગ દ્વારા અપાયેલ નિર્દેશો મુજબ જે પુછપરછ  થવી જોઇએ તે થઇ શકી નથી.

મે ૨૦૦૦ માં સીબીસી દ્વારા વિભાગીય પુછપરછ માટે સમય નકકી કરવા માટે ઉપયોગમાં લેવાયેલ દિશા નિર્દેશો મુજબ કોઇ સરકારી વિભાગના કર્મચારી સામે ફરીયાદ ઉઠે તો એક મહીનાની અંદર જ નિર્ણય લેવાઇ જવો જોઇએ કે તેમા કસુરવાર કોણ છે. ખાતાકીય તપા છ મહિનામાં જ પૂર્ણ થઇ જવી જોઇએ.

અમિત શાહ તરફથી દરેક વિભાગોના ગૃહમંત્રાલયના ડીવીઝનો અને મુખ્ય સતર્કતા અધિકારીઓને મોકલવામાં આવેલ પત્રમાં દીશા નિર્દેશોનો કડકાઇથી અમલ કરવા જણાવવામાં આવ્યુ છે.

શ્રી શાહને રીપોર્ટ કરનાર વિભાગોમાં દરેક કેન્દ્રીય અર્ધસૈનિક દળ, સીમા સુરક્ષા દળ, કેન્દ્રીય રીઝર્વ પોલીસ દળ, કેન્દ્રીય ઔદ્યોગિક સુક્ષા દળ, ભારત તિબ્બત સીમા પોલીસ, સશસ્ત્ર સીમા દળ સામેલ છે. અસમ રાઇફલ્સ, નેશનલ સીકયોરીટી ગાર્ડ, ઇન્ટેલીજન્સ બ્યુરો, નૈટગ્રીડ, નારકોટીકસ કંટ્રોલ બ્યુરો ઓફ પોલીસ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, નેશનલ ક્રાઇમ રેકોર્ડસ બ્યુરો, નેશનલ સિવીલ ડીફેન્સ કોલેજ વગેરેનો સમાવેશ થાય છે.

(3:04 pm IST)