મુખ્ય સમાચાર
News of Friday, 4th September 2020

ચકચારી સુશાંતસિંહ મૃત્યુ કેસ : રિયાના ભાઈ શૌવિક અને સેમ્યુઅલ મીરાંડાની ડ્રગ્સ બાબતે ધરપકડ કરતું NCB : બોલીવુડમાં ખડભળાટના એંધાણ

મુંબઈ : ચકચારી બનેલ સુશાંતસિંહ મૃત્યુ કેસમાં એક નવો વળાંક આવ્યો છે. રિપબ્લિક ટીવીના અહેવાલ મુજબ NCB એ રિયા ચક્રવર્તીના ભાઈ સૌવિક ચક્રવર્તી અને સેમ્યુઅલ મિરાન્ડાની પ્રતિબંધિત ડ્રગ્સ મેળવવા માટે ધરપકડ કરી છે.
           આ બંનેએ ડ્રગ્સ લેતા હોવાની કબૂલાત કર્યાના પગલે નાર્કોટિક બ્યુરોએ શૈવિક અને સેમ્યુઅલ ની ધરપકડ કરી લીધી છે. હજુ વધુ ધરપકડો તોળાઇ રહી છે. શૈવિક અને સેમ્યુઅલ ની ધરપકડથી બોલીવુડમાં કઈક મોટો ખાફભળાટ થવાના એંધાણ વર્તાય રહ્યા છે.

(9:10 pm IST)