મુખ્ય સમાચાર
News of Friday, 4th September 2020

હવે કેન્દ્ર સરકાર કચેરીઓનો વહિવટી સુધારવા મક્કમ : કેન્દ્રીય કર્મચારીઓની કામગીરીની સમયાંતરે સમીક્ષા કરાશે

નબળી કામગીરી ધરાવતા કર્મચારી કે જેની ૩૦ વર્ષની સર્વિસ પૂર્ણ થઇ હોય અથવા ઉમર વર્ષ પપ હોય તો તેમને ફરજીયાત નિવૃતિ કરવા નિયમો માર્ગદર્શીકા ધડાઇ : દર ત્રણ મહિને કર્મચારીની કામગીરીની સમીક્ષા કરી રજીસ્ટ્રરમાં નોંધ કરવી પડશે

નવી દિલ્હી :  કેન્દ્ર સરકારના કર્મચારી મંત્રાલય-જાહેર ફરીયાદ અને કર્મચારી તાલીમ પેનશન વિભાગ દ્વારા કેન્દ્રીય કચેરીઓના વહીવટને મજબુત અને ઝડપી બનાવવા સરકારી કચેરીમાં કામના ઝડપી નિકાલ સાથે કર્મચારીની કાર્યક્ષમતાને જોડીને અસંખ્ય સુધારાઓ કરવામાં આવ્યા છે.

દરેક સરકારી કચેરીની કામગીરી સમયાંતરે સમીક્ષા કરવી તેની નોંધ રાખવી નબળી કામગીરી ધરાવતા કર્મચારીઓની અલગ યાદી બનાવી તેમના કામમાં સુધાર લાવવા તેમને તાલીમ આપવા અથવા જો આવા કર્મચારીની ઉંમર પ૦ વર્ષ અથવા  પપ વર્ષની હોય અને નોકરીનો સમયગાળો ૩૦ વર્ષ પૂર્ણ થતો હોય તો તેઓને ફરજીયાત નિવૃત્ત કરવાનો સમવોશ કરાયો.

નિવૃત થનાર કર્મચારીઓને નિયમ મુજબ ૩ માસનો એડવાન્સ નોટીસ પગાર આપવા જેવા અનેક દિશા નિર્દેશો નકકી કરાયા હોવાનું જાણવા મળેલ છે.

(10:13 pm IST)