મુખ્ય સમાચાર
News of Tuesday, 4th October 2022

મુલાયમ સિંહ માટે યુપીમાં પ્રાર્થનાઓનો દોર : હાલત સ્‍થિર

 નવી દિલ્‍હી,તા.૪ : ગુરૂગ્રામની મેદાંતા હોસ્‍પિટલમાં દાખલ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્‍યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવની તબિયત નાજુક છે. ડૉક્‍ટરોની ટીમ સતત તેમના સ્‍વાસ્‍થ્‍ય પર નજર રાખી રહી છે. મુલાયમ સિંહ માટે દેશભરમાં પ્રાર્થનાઓનો દોર ચાલી રહ્યો છે. શ્વાસ લેવામાં તકલીફ થતાં શનિવારે તેમને હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા છે. મુલાયમ સિંહ યાદવને પહેલા પ્રાઈવેટ વોર્ડમાં રાખવામાં આવ્‍યા, બાદમાં ઓક્‍સિજન લેવલ ઘટી જતાં ત્‍ઘ્‍શ્‍માં દાખલ કરવામાં આવ્‍યા. પરંતુ હવે તેમને ક્રિટિકલ કેર સેન્‍ટરમાં શિફ્‌ટ કરવામાં આવ્‍યા છે.

 મુલાયમ સિંહ યાદવના સ્‍વાસ્‍થ્‍યને લઈને હોસ્‍પિટલે એક નિવેદનમાં જણાવ્‍યું કે, મુલાયમ સિંહ હાલમાં ગુરુગ્રામની મેદાંતા હોસ્‍પિટલના ક્રિટિકલ કેર યુનિટમાં દાખલ છે અને નિષ્‍ણાતોની એક ટીમ દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે. હોસ્‍પિટલના સૂત્રોએ જણાવ્‍યું કે, તેમની સારવાર ઓન્‍કોલોજિસ્‍ટ ડૉ. નીતિન સૂદ અને ડૉ. સુશીલ કટારિયાની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે.

 વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી અને ઉત્તર  પ્રદેશના મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથે પણ અખિલેશ યાદવ સાથે વાત કરી અને મુલાયમ સિંહ યાદવના સ્‍વાસ્‍થ્‍ય વિશે પૂછપરછ કરી. સમાચાર એજન્‍સીએ સૂત્રોને ટાંકીને કહ્યું કે, પીએમ મોદીએ અખિલેશ યાદવને આશ્વાસન આપ્‍યું કે તેઓ તમામ શકય મદદ અને સહાય પૂરી પાડવા માટે તૈયાર છે.

 નેતાજી માટે મંદિરોમાં પૂજા-અર્ચનાનો દોર ચાલી રહ્યો છે. સમાજવાદી પાર્ટીના કાર્યકરો તેમના નેતા માટે મહા મળત્‍યુંજયના જાપ પણ કરાવી રહ્યા છે. મંદિરોમાં ચાલુ પૂજાના ફોટા અને વીડિયો ટ્‍વિટર અને ફેસબુક પર પોસ્‍ટ કરવામાં આવી રહ્યા છે. મુલાયમસિંહ જલ્‍દી સાજા થઈ જાય તે માટે -ાર્થના કરવામાં આવી રહી છે. લખનઉના વિક્રમાદિત્‍ય માર્ગ પર સ્‍થિત સમાજવાદી પાર્ટીના કાર્યાલય પાસેના હનુમાન મંદિરમાં સવારથી જ ભજન-કીર્તન અને પ્રાર્થના ચાલી રહી છે. 

(3:49 pm IST)