મુખ્ય સમાચાર
News of Friday, 4th December 2020

બ્રિટન સ્થિત ભારતીય મૂળના મહિલા પત્રકાર તથા લેખિકા સુશ્રી અનિતા આનંદને ઇતિહાસનો પુરસ્કાર : 1919 ની સાલમાં ભારતના જલિયાવાલા બાગમાં થયેલા નર સંહારનો ઇતિહાસ લખ્યો

લંડન : છેલ્લા 20 વર્ષથી બીબીસી ટેલિવિઝન તથા રેડીઓ ઉપર કાર્યક્રમ પ્રસારિત કરતા લંડન સ્થિત ભારતીય મૂળના પત્રકાર તથા લેખિકા સુશ્રી અનિતા આનંદને    ઇતિહાસ પુરસ્કારથી સન્માનિત કરાયા છે.સત્ય ઘટના ઉપર આધારિત ઇતિહાસ લખવા બદલ અન્ય 6 લેખકો વચ્ચે તેમની પસંદગી થઇ છે.

તેમણે 1919 ની સાલમાં ભારતના જલિયાવાલા બાગમાં થયેલા નર સંહારનો ઇતિહાસ લખ્યો છે.જેંમા ઉધમસિંહ નામક સ્વાતંત્ર્ય સેનાનીની કથા છે.જેની પુરસ્કાર માટે પસંદગી થઇ છે.

આ ઇતિહાસ તેઓએ ધ પેશન્ટ ઐસેઇન્સ નામક પુસ્તકમાં વર્ણવ્યો છે.જે બ્રિટનના સુપ્રતિષ્ઠિત ગણાતા પેન હેસલ પ્રાઇસ 2020 માટે પસંદ થયું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:32 pm IST)