મુખ્ય સમાચાર
News of Friday, 4th December 2020

ચાઈનાની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીના સભ્યો તથા તેમના પરિવારો માટે અમેરિકામાં નવા વિઝા ઉપર પ્રતિબંધ : ચીનના વિદેશ પ્રવક્તા મહિલાએ આ પ્રતિબંધને રાજકીય દમન સમાન તથા અમેરિકાની છબીને ખરડાવનારો ગણાવ્યો

બેજિંગ : અમેરિકાએ ચીનની સત્તાધારી  કોમ્યુનિસ્ટ પાર્ટીના સભ્યો તથા તેમના પરિવારો માટે અમેરિકામાં નવા વિઝા ઉપર પ્રતિબંધ મુક્યાના અહેવાલો સ્થાનિક  ન્યૂઝ પેપરમાં પ્રસિદ્ધ થતાં ચીનમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મહિલાએ જણાવ્યું હતું કે અમેરિકાના અખબારમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ ચીન પ્રત્યેના પૂર્વગ્રહ સમાન છે.આ પ્રતિબંધ રાજકીય દમન સમાન તથા અમેરિકાની છબીને ખરડાવનારો છે.

તેમણે ઉમેર્યું હતું કે યુ.એસ.માં ચાઈના વિરોધી લોબી દ્વારા શીતલ યુદ્ધની શરૂઆત કરવાની પેરવી છે.જેથી આવું દમનકારી પગલું લેવાયું છે.તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

(6:43 pm IST)