મુખ્ય સમાચાર
News of Friday, 4th December 2020

રાહુલ ગાંધીમાં ''નિરંતરતા''ની ઉણપ છે : શરદ પવાર

શરદ પવારના આ નિવેદનથી મહારાષ્ટ્રના ગઠબંધન પર પડશે તેની અસર?

મુંબઇ,તા.૪ : રાષ્ટ્રિય નેતા તરીકે રાહુલ ગાંધીની વિશ્વસનીયતા પર ટીપ્પણી કરતાં NCP પ્રમુખ શરદ પવારે કહ્યું કે રાહુલ ગાંધીમાં કેટલાંક અંશે ''નિરંતરતા''ની ઉણપ લાગે છે. કોંગ્રેસના સહયોગી શરદ પવારે જો કે કોંગ્રેસ નેતા પર બરાક ઓબામાની ટીપ્પણીને લઇને કડક નિંદા કરી છે. શરદ પવારે સાક્ષાત્કાર લોકમત મીડિયાના અધ્યક્ષ અને પૂર્વ સાંસદ વિજય દરડાએ કર્યો.

 જયારે શરદ પવારને એમ પુછવામાં આવ્યું કે દેશ રાહુલ ગાંધીને નેતા માનવા માટે તૈયાર છે તો કહ્યું કે આ સંબંધમાં કેટલાંક સવાલ છે. રાહુલ ગાંધીમાં નિરંતરતાની ઉણપ લાગે છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ હાલમાં પ્રકાશિત પોતાની બુકમાં કહ્યું હતું કે કોંગ્રેસ નેતા શિક્ષકને પ્રભાવિત કરવા માટેના એવા વિદ્યાર્થીની જેવા લાગે છે જેમાં વિષયમાં મહારત  પ્રાપ્ત કરવા તેમજ યોગ્યતા અને ઝૂનૂનની ઉણપ છે.

 જો કે શરદ પવારને બરાક ઓબામાને લઇને પૂછવામાં આવ્યું તો કહ્યું કે આ જરૂરી નથી કે આપણે બધાના વિચારનો સ્વીકાર કરીએ. પવારે કહ્યું કે હું પોતાના દેશના નેતૃતવ અંગે કાંઇપણ કહી શકું છું, પરંતુ બીજા દેશના નેતૃત્વ અંગે હું વાત ન કરી શકું. કોઇપણ વ્યકિતએ પોતાની બોર્ડર બનાવીને રાખવી જોઇએ. મને લાગે છે કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પોતાની સરહદ પાર કરી છે.

 કોંગ્રેસના ભવિષ્ય તેમ જયારે પૂછવામાં આવ્યું કે શું રાહુલ ગાંધી પાર્ટી માટે 'બાધા(મુશ્કેલી)' બની રહ્યાં છે તો શરદ પવારે કહ્યું કે કોઇપણ પાર્ટીનું નેતૃત્વ એ વાત પર નિર્ભર કરે છે કે સંગઠનની અંદર તેને કઇ રીતે સ્વીકાર કરવામાં આવે છે.

(10:42 am IST)