મુખ્ય સમાચાર
News of Friday, 4th December 2020

જો ખેડૂત વિરોધી કાયદો પરત ન લેવાય તો દેશ અને રાજ્‍યમાં આંદોલન કરીશુઃ મમતા બેનર્જીની ચિમકી

કોલકાતા: પશ્ચિમ બંગાળના રાજકારણમાંથી લાલ કિલ્લો ઉખાડી ફેકનાર તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો અને મુખ્યમંત્રી મમતા બેનરજી રાજકારણના માહેર ખેલાડી છે. મમતા બેનરજીએ આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા પ્રચાર શરૂ કર્યો છે. મમતા બેનરજી સારી રીતે સમજે છે કે ખેડૂત આંદોલનને લઇને મોદી સરકાર દબાણમાં છે. એવામાં તેમણે કૃષિ કાયદા પર ખેડૂતોની માંગ ના માનવા પર દેશવ્યાપી આંદોલનની ચેતવણી આપી છે.

કાયદો પરત લેવા કહ્યુ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આંદોલન કરતા ખેડૂતોની માંગો ના માનવા અને સરકાર દ્વારા તારીખ પર તારીખ આપવામાં આવતા ચિંતા વ્યક્ત કરી છે. મમતા બેનરજીએ ટ્વીટ કર્યુ, “હું ખેડૂતો, તેમના જીવન અને આજીવિકા વિશે ઘણી ચિંતિંત છું. ભારત સરકારે ખેડૂત વિરોધી કાયદાને પરત લેવો જોઇએ, જો આવુ ના થયુ તો અમે આખા રાજ્ય અને દેશમાં આંદોલન કરીશું. અમે આ ખેડૂત વિરોધી કાયદાનો કડક વિરોધ કરીએ છીએ.’

અલ્ટીમેટમ પણ આપ્યુ

મમતા બેનરજીએ કહ્યુ કે, કેન્દ્ર સરકાર બધુ વેચી રહી છે, તેમણે કહ્યુ, ‘તમે રેલ્વે, એર ઇન્ડિયા, કોલસા, બીએસએનએલ, બીએચઇએલ, બેન્કને વગેરેને નથી વેચી શકતા. મમતાએ કહ્યુ, ભાજપના નેતૃત્વ ધરાવતી રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA) સરકાર અલેખિત વિઘટનકારી અને ખાનગીકરણની નીતિ પરત લઇ લે, અમે અલ્ટીમેટમ આપ્યુ છે.’

(5:49 pm IST)