મુખ્ય સમાચાર
News of Sunday, 4th December 2022

ક્રિકેટ : લો સ્કોરીંગ મેચમાં બાંગ્લાદેશનો ભારત સામે 1 વિકેટે રોમાંચક વિજય

ભારતે બાંગ્લાદેશને 187 રનનો લક્ષ્યાંક આપતા જવાબમા બાંગ્લાદેશની ટીમે 46 ઓવરમાં 9 વિકેટે રન ચેઝ કર્યો: ભારત તરફથી મોહમ્મદ સીરાજે 3 વિકેટ તથા સુંદર અને કુલદીપ સેનએ 2 -2 વિકેટ લીધી: કે.એલ.રાહુલે 73 રન બનાવ્યા: બાંગ્લાદેશ તરફથી કેપ્ટન લિટન દાસે 41 રન અને મેહદી હસને 36 રન બનાવ્યા તથા શાકિબ અલ હસને 5 વિકેટ અને ઇબાદત હુસૈને 4 વિકેટ ઝડપી

ઢાકા: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ વન-ડે મેચની સિરીઝની પહેલી મેચ આજે મીરપુરમાં રમાઈ રહી છે. 187 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમ 46 મી ઓવરમાં 186 રન 9 વિકેટે બનાવતા   ભારતે 1  વિકેટ હારનો સામનો કરવો પડયો હતો. ભારત તરફથી મોહમ્મદ સીરાજે 3 વિકેટ તથા સુંદર અને કુલદીપ સેનએ 2 -2 વિકેટ લીધી હતી. બાંગ્લાદેશના મહેંદી હસન અને મુસ્તફીઝુરે  10મી વિકેટની 51 રનની પાર્ટનરશીપ બનાવી વિજય મેળવ્યો. 

બાંગ્લાદેશની શરૂઆત જ ખરાબ થઈ હતી. દીપક ચહરે શાન્તોને પહેલા જ બોલે આઉટ કર્યો હતો. અનામુલ હક પણ 14 રને આઉટ થયો હતો. તેને મોહમ્મદ સિરાજે આઉટ કર્યો હતો. આ પછી લિટન દાસ અને શાકિબ અલ હસને બાંગ્લાદેશની ઇનિંગને સંભાળી હતી. જોકે સુંદર ત્રાટક્યો હતો અને કેપ્ટન લિટન દાસને 41 રને આઉટ કર્યો હતો. વિકેટકીપર કેએલ રાહુલે શાનદાર કેચ કર્યો હતો. તે વિરાટ કોહલીએ કવર્સ પર શાનદાર કેચ કર્યો હતો. તેના આ કેચના કારણે શાકિબ 29 રનમાં આઉટ થયો હતો.

શાર્દૂલ ઠાકુરે શાનદાર બોલિંગ કરી હતી, અને મહમદુલ્લાહને LBW આઉટ કર્યો હતો. તો મોહમ્મદ સિરાજે બીજી સફળતા મેળવતા મુશ્ફિકર રહીમને બોલ્ડ કર્યો હતો. કુલદીપ સેને ખરા સમયે પોતાના ઈન્ટરનેશનલ કરિયરની પહેલી વિકેટ ઝડપતા આફિફ હુસૈનને આઉટ કરીને ભારતને સાતમી સફળતા અપાવી હતી. આ પછી ઓવરના પાંચમા બોલે ઇબાદત હુસૈન હિટ વિકેટ થયો હતો. આમ કુલદીપે એક જ ઓવરમાં બે વિકેટ ઝડપીને ટીમ ઈન્ડિયાને આઠમી સફળતા અપાવી હતી.

વિરાટ કોહલીએ કવર્સ પર શાનદાર કેચ કર્યો હતો. 24મી ઓવરમાં શાકિબ અલ હસન 29 રને હતો, અને વોશિંગ્ટન સુંદર બોલિંગ કરી રહ્યો હતો. ત્યારે શાકિબે કવર્સ ઉપર શોટ ફટકારીને ચોગ્ગો મારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કવર્સ પર ઊભેલા વિરાટ કોહલીએ જોરદાર કેચ કર્યો હતો.

બાંગ્લાદેશે ટૉસ જીતીને ટીમ ઈન્ડિયાને પહેલા બેટિંગમાં ઉતાર્યું હતું. બાંગ્લાદેશનો આ નિર્ણય તેમના યોગ્ય ઠેરતા તેઓએ ટીમ ઈન્ડિયાને 41.2 ઓવરમાં 186 રનમાં જ ઓલઆઉટ કરી દીધું હતું. બાંગ્લાદેશ તરફથી શાકિબ અલ હસને 5 વિકેટ ઝડપી હતી. તો ઇબાદત હુસૈને 4 વિકેટ ઝડપી હતી. એક વિકેટ મહેદી હસન મિરાજને મળી હતી. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ કેએલ રાહુલ બનાવ્યા હતા. તેણે એકલાએ લડત આપી હતી અને 70 બોલમાં 73 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાના બાકીના બેટર્સ નિષ્ફળ રહ્યા હતા.

બાંગ્લાદેશે ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયા તરફથી કુલદીપ સેને ડેબ્યૂ કર્યું હતું. રિષભ પંતને મેડિકલ કારણથી વન-ડે સિરીઝમાંથી બહાર કરવામાં આવ્યો હતો.

 ટીમ ઈન્ડિયાના વિકેટકીપર રિષભ પંત કોઈ મેડિકલ કારણોસર બાંગ્લાદેશ સામેની 3 મેચની વન-ડે સિરીઝમાંથી બહાર થઈ ગયા છે. ત્યારે આ વિશે BCCIએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી. ત્યારે હવે તેઓ બાંગ્લાદેશ સામેની 2 મેચની ટેસ્ટ સિરીઝથી ટીમમાં પરત ફરી શકે છે.


ટીમ ઈન્ડિયા 7 વર્ષ પછી બાંગ્લાદેશમાં વન-ડે મેચ રમશે. ભારતે છેલ્લે 2015માં અહીં વન-ડે રમી હતી. આ ફોર્મેટનો વર્લ્ડ કપ આવતા વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાવાનો છે. તેની તૈયારીના કારણે, ભારતે સિરીઝમાં તેની મેઈન ટીમને મેદાનમાં ઉતારી છે.

(7:23 pm IST)