મુખ્ય સમાચાર
News of Monday, 5th December 2022

દિલ્હીમાં હવા બની ઝેરી: એર ક્વોલીટી ઇન્ડેકસ(AQI) 400 પાર પહોંચ્યો

નિર્માળ અને તોડફોડની ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાવી દેવાયો

નવી દિલ્હીઃ દિલ્હીમાં હવાની ગુણવત્તા ખરાબ થવાને કારણે ફરીથી નિર્માણ અને તોડફોડની ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. હવા ગુણવત્તા મેનેજમેન્ટ આયોગે રવિવારે એક્યૂઆઈ (AQI) ગંભીર શ્રેણીમાં પહોંચતા આ નિર્ણય લીધો છે. ગયા મહિને પણ, કેન્દ્રની એર ક્વોલિટી પેનલે અધિકારીઓને દિલ્હી-એનસીઆરમાં આવશ્યક પ્રોજેક્ટ્સ સિવાય તમામ બાંધકામ અને ડિમોલિશન પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યો હતો.

થોડા સમય બાદ એક્યૂઆઈમાં સુધાર થવા પર તે પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો હતો. પરંતુ ફરી હવાની ગુણવત્તા ખરાબ થવાને કારણે આ પ્રતિબંધ લાગૂ કરી દેવામાં આવ્યો છે.દિલ્હીમાં રવિવારે એક્યૂઆઈ 400 પહોંચી ગયો, જે શનિવારે નોંધાયેલા એક્યૂઆઈથી પણ ખરાબ હતો.

 

(10:59 pm IST)