મુખ્ય સમાચાર
News of Sunday, 4th December 2022

રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની “ભારત જોડો યાત્રા“ આજે રાજસ્થાનમાં પ્રવેશ કરે તે પહેલા અશોક ગહલોત અને સચિન પાયલોટ કેમ્પના નેતાઓમાં ચાલી રહેલા રાજકીય પોસ્ટર વોરે જબરજસ્ત ઝંઝાવાત સર્જ્યો છે

ઝાલાવાડ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજેનો ગઢ માનવામાં આવે છે. અહીં જિલ્લાની ચારેય સીટ પર ભાજપનું વર્ચસ્વ છે.

ઝાલાવાડમાં પ્રવેશ કરતા જ રસ્તા, બસ સ્ટોપ, લાઈટના થાંભલા તથા ઘરો પર  રાહુલ ગાંધીના સ્વાગતમાં હજારોથી વધુ બેનરો લાગ્યા છે અને તમામ પર સચિન પાયલોટના ફોટા દેખાઈ રહ્યા છે. તેની સામે મુખ્ય પ્રધાન અશોક ગહલોત આ વિસ્તારમાં બહુ દેખાયા નથી. જોકે મુખ્ય પ્રધાન હોવાથી તેમના વડપણ બેઠકની કોંગ્રેસની સરકારે હાથ ધરેલી યોજના સાથેના પોસ્ટરો અને બેનરો અહીં લાગેલા જોવા મળી રહ્યા છે.

(11:56 pm IST)