કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપની તૈયારી : શરૂ : ધર્મેન્દ્ર પ્રધાનને ચૂંટણીના ઈન્ચાર્જ બનાવી દીધા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ 11 ફેબ્રુઆરીએ કર્ણાટકની મુલાકાતે : તમિલનાડુના ભાજપના અધ્યક્ષ કે.અન્નામલાઈને ચૂંટણીના કો-ઈન્ચાર્જ બનાવાયા

નવી દિલ્હી :કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ શરૂ કરી છે. આ મામલે ભાજપે ધર્મેન્દ્ર પ્રધાનને વધુ એક મોટી જવાબદારી સોંપતા તેમને કર્ણાટક વિધાનસભા ચૂંટણીના ઈન્ચાર્જ બનાવી દીધા છે. કેન્દ્ર સરકારમાં ધર્મેન્દ્ર પ્રધાન પાસે શિક્ષણ મંત્રાલય અને પેટ્રોલિયમ મંત્રાલયની જવાબદારી પણ છે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ 11 ફેબ્રુઆરીએ કર્ણાટકની મુલાકાતે આવવાના છે. તમિલનાડુના ભાજપના અધ્યક્ષ કે.અન્નામલાઈને આ ચૂંટણીના કો-ઈન્ચાર્જ બનાવાયા છે.
ભાજપ દ્વારા જારી એક નિવેદનમાં જણાવાયું હતું કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી.નડ્ડાએ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને આગામી કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023 માટે ઈન્ચાર્જ અને તમિલનાડુ ભાજપના અધ્યક્ષ કે.અન્નામલાઈને કો-ઈન્ચાર્જ નિયુક્ત કર્યા છે.એપ્રિલ-મેમાં ચૂંટણી યોજાવાની શક્યતા છે. તેને લઈને કોંગ્રેસ અને ભાજપ બંનેએ કમર કસી લીધી છે