મુખ્ય સમાચાર
News of Sunday, 5th February 2023

હિંડસબર્ગ રિપોર્ટ અદાણી ગૃપને મોઘુ પડ્યુઃ અત્યાર સુધી અદાણી ગૃપને હિંડસબર્ગની રિપોર્ટના લીધે અંદાજે 118 બિલિયન ડોલરનુ નુક્શાન પહોચ્યુ

ફોર્ચ્યુન વબસાઇટ અનુસાર અદાણી ગૃપના માર્કેટ કેપ આડધાથી પણ ઓછા થઇ ગઇ છે.

નવી ‌દિલ્‍હીઃ હિંડસબર્ગ રિપોર્ટ અદાણી ગૃપને મોઘુ પડ્યુ છે. જ્યારથી આ રિપોર્ટ સામે આવી છે અદાણી ગૃપના શેયરોમાં લગાતાર નચી જઇ રહ્યા છે. અત્યાર સુધી અદાણી ગૃપને હિંડસબર્ગની રિપોર્ટના લીધે અંદાજે 118 બિલિયન ડોલરનુ નુક્શાન પહોચ્યુ છે. અદાણી ગૃપની શેયરની વાત કરવામાં આવે તો તેના માર્કેટ કુલ કૈપ 217 બિલિયન ડોલર હતો જ્યારે પટકાયા બાદ 99 મિલિયન ડોલર પર આવી ગયો છે.

અદાણી ગૃપ છેલ્લા 10 દિવસમાં 118 બિલિયન ડોલરનુ નુકસાન થયુ છે. એટલે હિંડસબર્ગ રિપર્ટસ સામે આ્વ્યા બાદ કંપનીને 50 ટકા કરતા વધારે નુક્સાન થઇ ચૂક્યુ છે. કંપનીને લાગેલા આ ઝટકાને લીધે ગૌતમ અદાણીએ એશિયાની સૌથી અણિર આદમીની લીસ્ટમાથી આઉટ થઇ ગયા છે. ગૌતમ અદાણીની કંપનીએ એફપીઓને પણ પરત ખેંચી લીધો છે. એફપીઓના પરત લેતા ગૌતમ અદાણીએ કહ્યુ કે, રોકાણકારોનું હિત આમારા માટે સર્વોપરી છે. કંપની તરફથી 20000 કરોડનો એફપીઓ લાવવામાં આવ્યો હતો. જે સબસ્ક્રાઇબ થયો હોવા છતા પરત લેવામાં આવ્યો હતો.

હિંડસબર્ગની વાત કરીએ તો અમેરિકાની નાણા સસ્થા છે જે ફોરેન્સીક ફાયનેશિયલ રિસર્ચ પર કામ કરે છે. બિઝનેશ વર્લ્ડમાં થનારા ફર્જીવાડા પર નજર રાખે છે. હિંડસબર્ગના નાથન એંડર્સને 2017 માં લોંન્ચ કરી હતી. તે પેહાલ એક ડાટા કપંની હતી. આ કંપનીઓમાં થનારા ફર્જીવાડાને ઉજાગર કરે છે. કંપની માર્કેટમાં શોર્ટ સેલિંગના માધ્યમથી પૈસા કામાવાનું કામ કરે છે.

આ પહેલા 2020 માં નિકોલા રિપોર્ટસ સામે આવ્યો હતો. ઇલેક્ટ્રોનિક કંપનીએ ટેસ્લાના નજીક પહોચવા માટે ઘણી ઓટો કંપનીઓ સાથે પાર્ટનરશીપની વાત કરી હતી. જે ભ્રામક છે. આ રિપોર્ટ્સ ઘણી ચર્ચામાં આવી હતી. નિકોલાના ફાઉન્ડર ટ્રેવર મિલ્ટનની સામે રોકાણકારો સામે ધોખાધડી કરવાનો આરોપ છે. 2017 બાદ હિંડસબર્ગ 16 કંપનીઓમાં ફર્જીવાડાને ઉજાગર કરી ચૂકી છે.

(11:49 am IST)