News of Sunday, 5th February 2023
2024માં નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે :નાગેશ્વરધમના પીઠાધીશ્વર શાસ્ત્રીના ગુરુ, જગદગુરુ રામભદ્રાચાર્યની ભવિષ્યવાણી
વિવાદોમાં ઘેરાયેલા બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુરુ, જગદગુરુ રામભદ્રાચાર્યએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને લઈને મોટી ભવિષ્યવાણી કરતા કહ્યું છે કે છે કે ૨૦૨૪માં પીએમ મોદી ફરીથી વડાપ્રધાન બનશે.

ભાજપે મને પદ્મ વિભૂષણ આપીને મારી ક્ષમતાનું સન્માન કર્યું. તેમણે કહ્યું, રામ મંદિર મારી વાત માનીને બનાવવામાં આવ્યું છે. હું ફરીથી ભવિષ્યવાણી કરી રહ્યો છું. પીએમ મોદી ત્રીજી વખત પણ ગાદી ઉપર આવશે અને આ વખતે ગૌવધ પ્રતિબંધ અને હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવા સહિતના ઘણા મોટા કામ કરવાના છે તેમ પણ જગદગુરુ રામભદ્રાચાર્યએ એક વિડિયો સંદેશમાં જણાવ્યું છે જે ભારે વાઇરલ થઈ રહ્યું છે.
(5:03 pm IST)