મુખ્ય સમાચાર
News of Tuesday, 4th May 2021

ટાસ્ક ફાર્સનો દેશમાં તાત્કાલિક સંપૂર્ણ લોકડાઉન લાદવાનો સ્પષ્ટ અભિપ્રાય : પીએમ મોદીને અર્થવ્યવસ્થા ખોરવાઈ જવાની ભીતિ

ટાસ્ક ફોર્સની દર ત્રીજા દિવસે મળેલ બેઠકમાં સર્વાનુમતે લોકડાઉનની તરફેણ: પૌલ છેલ્લા અઠવાડિયામાં મોદી સામે બે વાર રજૂઆત કરી ચૂક્યા છે પણ મોદી માનતા નથી

નવી દિલ્હી : કોરોનાને નાથવા માટે દેશવ્યાપી લોકડાઉન લાદવાના મુદ્દે હવે વડાપ્રધાન મોદી અને મોદીએ બનાવેલી કોવિડ ૧૯ ટાસ્ક ફોર્સ સામસામે આવી ગયાં છે. નીતિ આયોગના વી.કે. પૌલના નેતૃત્વમાં બનાવાયેલી નિષ્ણાતોની ટાસ્ક ફાર્સે દેશમાં તાત્કાલિક રીતે સંપૂર્ણ લોકડાઉન લાદવાનો સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કર્યો છે.

  બીજી તરફ મોદી સંપૂર્ણ લોકડાઉન લાદવાની તરફેણમાં નથી. મોદી પીએમઓના અધિકારીઓની વાત માનીને લોકડાઉનથી દૂર ભાગી રહ્યા છે. પૌલ છેલ્લા અઠવાડિયામાં મોદી સામે બે વાર રજૂઆત કરી ચૂક્યા છે પણ મોદી માનતા નથી.

દેશમાં કોરોનાના કેસોમાં જોરદાર ઉછાળો આવ્યો પછી ટાસ્ક ફોર્સની દર ત્રીજા દિવસે બેઠક મળી છે. આ બેઠકમાં સર્વાનુમતે લોકડાઉનની તરફેણ કરાઈ હોવાનું સરકારનાં સૂત્રો સ્વીકારે છે. તેમની દલીલ છે કે, ૧૪ દિવસનું લોકડાઉન દેશમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો માહોલ પેદા કરશે અને સરકારને પણ જરૂરી વ્યવસ્થા કરવા સમય મળી રહેશે. સામે પીએમઓનો મત છે કે, લોકડાઉનના કારણે આર્થિક વ્યવસ્થા ખોરવાશો તો તેને ફરી પાટા પર લાવવામાં બીજા છ મહિના નિકળી જશે.

(12:36 am IST)