મુખ્ય સમાચાર
News of Wednesday, 5th May 2021

નાઇટ શિફટમાં કામ કરનારા લોકો પર ત્રણ ગણો વધારે હોસ્પિટલાઇઝ થવાનો ભય

જે લોકો જનરલ શિફટમાં ૯ થી ૫ની શિફટમાં કામ કરે છે તેઓ ફકત વધારે ખુશ છે ઉપરાંત શારીરિક અને માનસીક રીતે પણ મજબુત હોય છે

લંડન,તા. ૫: શું તમે નાઈટ શિફ્ટમાં કામ કરો છો. જો હાં તો આ સમાચાર તમારા માટે છે. એક તાજા રિસર્ચ મુજબ નાઈટ શિફ્ટમાં કામ કરનારા લોકો પર કોરોનાનો ભય વધારે રહે છે. તે પણ ત્રણ ગણો વધારે.આ રિસર્ચ માન્ચેસ્ટર યુનિવર્સિટીના સંશોધકોએ કર્યું છે.

માનચેસ્ટર યુનિવર્સિટીના સંશોધકોનું માનવું છે કે કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા પછી નાઈટ શિફ્ટમાં કામ કરવાવાળા લોકોને ભય વધારે હોય છે. કારણ કે તેમની જીવનશૈલી અસંતુલિત હોય છે. એના કારણે જ તેમની ઈમ્યુનિટી સિસ્ટમ પણ કમજોર થઈ જાય છે. આ જ કારણોસર તે લોકોમાં ભય વધારે હોય છે.

ઈંગ્લેન્ડમાં લગભગ ૮૦ લાખ લોકો શિફ્ટમાં કામ કરે છે. જેનો ટાઈમિંગ અલગ અલગ હોય છે. એવામાં આ લોકો પર વધારે ભય હોયછે. ત્યાં અમેરિકા જેવા દેશમાં પણ લગભગ ૨૦ ટકા લોકો શિફ્ટમાં કામ કરવાને કારણે મુશ્કેલીમાં છે.

સ્ટડીના અભ્યાસમાં એ વાત સામે આવી કે જે લોકો જનરલ શિફ્ટમાં અર્થાત ૯થી ૫ની શિફ્ટમાં કામ કરે છે. તેઓ ફકત વધારે ખુશ છે. ઉપરાંત શારીરિક અને માનસિક રીતે પણ મજબૂત હોય છે. એવામાં કોરોના સંક્રમણની ઝપેટમાં આવવા છતાં તેઓ તુલનાત્મક તોર પર વધારે ખુશ હોયછે.

આ રિપોર્ટ થોરેકસ પેપરમાં પ્રકાશિત થયો છે. આ અભ્યાસમાં ઓકસફોર્ડ યુનિવર્સિટીઅને વેસ્ટઈંડિઝના નિષ્ણાંતો પણ સામેલ થયા હતા. આ અભ્યાસને લઈને ભારતમાં ગંભીરતાથી ધ્યાન આપવાની જરૂર છે. કારણ કે મોટા ભાગના સર્વિસ સેકટરમાં ખાસ કરીને આઈટી સેકટરમાં નાઈટ શિફ્ટનું ચલણ ખૂબ જ વધી રહ્યું છે.

(9:59 am IST)