મુખ્ય સમાચાર
News of Wednesday, 5th May 2021

કોંગ્રેસ માટે હાર-જીત નહિ, મહામારી અમારી પ્રાથમિકતા છેઃ કપિલ સિબ્બલ

દેશ મહામારીમાંથી પસાર થઈ રહ્યો છે આ સમય ચૂંટણીના પરિણામ પર વાત કરવાનો નથી

નવી દિલ્હી : તાજેતરમાં 5 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં થયેલ વિધાનસભા ચૂંટણીમાં કેટલાય વર્ષો સુધી દેશની સત્તા પર રાજ કરનાર કોંગ્રેસ સરકારના નિરાશાજનક પ્રદર્શન પર જ્યારે કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલને સવાલ પૂછવામાં આવ્યો તો તેઓ વિફરી ઉઠ્યા. તેમણે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે દેશ હાલ મહામારીમાંથી પસાર થઈ રહ્યો છે, આ સમય ચૂંટણીના પરિણામ પર વાત કરવાનો નથી. તેમણે કહ્યું, 'ચૂંટણી પરિણામને લઈ સૌકોઈ ચિંતિત છે, પરંતુદેશ હાલ હેલ્થ ઈમરજન્સીથી પસાર થઈ રહ્યો છે અને ચૂંટણીમાં હાર જીતના મુદ્દા પર પછી પણ વાતચીત થઈ શકે છે, અત્યારના સમયે પહેલી પ્રાથમિકતા મહામારી હોવી જોઈએ.'

ખાલી તમિલનાડુને છોડી જ્યાં કોંગ્રેસ ડીએમકેની સહયોગી હતી, જેણે 10 વર્ષ બાદ સત્તામાં વાપસી કરી છે, કોંગ્રેસ પાર્ટી પોતાનો પ્રભાવ છોડવામાં અસફળ રહી છે. 2 મેના રોજ આવેલા ચૂંટણી પરિણામ બાદ કોંગ્રેસ પાર્ટીએ કહ્યું હતું કે તે આ પરિણામોનું અધ્યયન કરશે અને પોતાની ભૂલ સુધારશે અને આગળ સારા પ્રયાસ કરવાની કોશિશ કરશે. અન્ય એક કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે પણ આ સવાલ પર આવો જ ઉત્તર આપતા કહ્યું કે હાલ મહામારી પ્રાથમિકતા હોવી જોઈએ.

(11:01 am IST)