મુખ્ય સમાચાર
News of Wednesday, 5th May 2021

અમેઠી જીલ્લા પંચાયત ચૂંટણીમાં

સ્મૃતિ ઇરાનીનો જાદુ ન ચાલ્યોઃ ભાજપને ૯ બેઠક જ મળી

અમેઠી, તા. પ :  અમેઠીની સંસદીય બેઠક ઉપર આખા દેશની નજર રહે છે. પંચાયતની ચૂંટણીમાં પણ અહીં કોણ જીત્યુ, કોણ હાર્યુ તે માટે બધાને રસ હોય છે. લાંબા સમયથી અમેઠીથી સાંસદ રાહુલ ગાંધીને સ્મૃતિ ઇરાનીએ ગત લોકસભા ચૂંટણીમાં હરાવેલ. સ્મૃતિ ઇરાનીના નેતૃત્વમાં પંચાયતની ચૂંટણી લડવામાં આવેલ. તમામ પ્રયાસો છતા સ્મૃતિ બધી બેઠકો જીતાડવામાં સફળ ન થયા. કસમસની લડાઇમાં અમેઠીમાં સવા અને ભાજપને ૯-૯ બેઠકો મળેલ. કોંગ્રેસને ફકત બે બેઠકો મળી હતી. જયારે અપક્ષો ૧ર બેઠકો લઇ ગયા હતા. હવે શાસન મેળવવા ૧૯ બેઠકો જરૂરી છે, જેથી જે પક્ષ અપક્ષોને પોતાનામાં ભેળવેશે તે જ શાસન કરી શકશે.

(12:48 pm IST)