મુખ્ય સમાચાર
News of Wednesday, 5th May 2021

બે શખ્સો ડુપ્લીકેટ એક્રેડીશન કાર્ડ બનાવી ક્રિકેટ સ્ટેડીયમમાં ઘૂસી ગયા : ધરપકડ

દિલ્હી ખાતેના આઈપીએલ મેચ દરમિયાન બે શખ્સોએ ડુપ્લીકેટ એક્રેડીશન કાર્ડ બનાવી મેદાનમાં એન્ટ્રી કરી સટ્ટાબાજી કરતા પોલીસે બંનેની ધરપકડ કરી હતી. મનીષ કંસલ અને કૃષ્ણ ગર્ગ નામના આ બંને શખ્સો સ્ટેડીયમના વીઆઈપી લોન્જમાં અજુગતી હરકત કરતા પોલીસે તેની પાસે જઈ પૂછપરછ કરતા આ બંને શખ્સોએ ભાગવાની કોશીષ કરતા બંનેની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ આદરી છે.

(3:57 pm IST)