મુખ્ય સમાચાર
News of Wednesday, 5th May 2021

બીસીસીઆઈએ કોરોના માટે ૧૦૦ કરોડનું દાન કરવું જોઈએ

કોરોનાને લીધે આઈપીએલ રદ કરવામાં આવી : આઈપીએલનો કાર્યક્રમ રદ્દ થવાના કારણે BCCIને ૨૨૦૦ કરોડનું નુકસાન થયાનું સુરિન્દર ખન્ના તૈયાર નથી

મુંબઈ, તા. ૫ : કોરોના વાયરસ આખરે આઈપીએલ સુધી પહોંચી જતા અને ખેલાડીઓ પોઝેટિવ થતા આઈપીએલ-૨૦૨૧નો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે. આવામાં ધનાઢ્યા ગણાતી બીસીસીઆઈ દ્વારા ભારતમાં રાક્ષસી બનેલી કોરોનાની બીજી લહેર દરમિયાન આર્થિક મદદ માટે હાથ આગળ કરવામાં ના આવી રહ્યો હોવાની બાબતે સવાલ ઉઠી રહ્યા છે.બીસીસીઆઈ -આઈપીએલ દ્વારા કોરોનાની મહામારીમાં મદદ માટે ૧૦૦ કરોડ રૂપિયાનું દાન કરવું જોઈએ. સુરિન્દર કે જેઓ પાછલા વર્ષે આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિંલમાં ઈન્ડિયન ક્રિકેટર્સ એસોસિએશનના રિપ્રેજન્ટેટિવ હતા, જેમણે બુધવારે પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે.

એવી પણ ખબરો સામે આવી રહી છે કે, અધવચ્ચે આઈપીએલનો કાર્યક્રમ રદ્દ થવાના કારણે બીસીસીઆઈને રૂપિયા ૨૦૦૦ કરોડનું નુકસાન થયું છે, જોકે, સુરિન્દર માનવા તૈયાર નથી કે આમ થવાથી બોર્ડને આર્થિક નુકસાન ભોગવવું પડશે.

પોતાનો બળાપો કાઢતા પૂર્વ વિકેટકિપર સુરિન્દરે જણાવ્યું કે, આ બીસીસીઆઈના નફામાં નુકસાન થયું છે, આઈપીએલના ઓફિશિયલ ટેલિકાસ્ટર પાસે ઈન્સ્યોરન્સ કવર હશે. આ સિવાય પણ બોર્ડ પાસે ઘણાં રૂપિયા છે જેમાંથી હાલની પરિસ્થિતિ પ્રમાણે નૈતિક ફરજ સમજીને મદદ માટે આગળ આવવું જોઈએ.

આઈપીએલને વહેલા આમંત્રણ આપવાની જરૂર હતી, અને ત્યાં સુધી કે ફ્રેન્ચાઈઝીઓએ પણ સ્પષ્ટતા કરવાની જરૂર હતી. તેમને માત્ર નફાની જ ચિંતા છે? અને લોકોના જીવન અને તેમના પર આવી પડેલી આફતની કોઈ ચિંતા નથી? ૧૯૮૪માં યુએઈમાં યોજાયેલી પહેલી વનડે ટુર્નામેન્ટમાં સુરિન્દર પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યા હતા.

અન્ય લોકોની જેમ જ સુરિન્દર ખન્ના પણ પાછલા વર્ષે સપ્ટેમ્બ-ઓક્ટોબરમાં યોજાયેલી આઈપીએલ-૨૦૨૦ દરમિયાન ત્યાં ગયા હતા અને તેમણે અનુભવ્યું હતું કે અહીં બીસીસીઆઈ સારું આયોજન કરાયું છે. તેમણે જણાવ્યું કે, પાછલા વર્ષે યુએઈમાં બાયો-બબલનું વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. હું બબલની બહાર હતો, છતાં વારંવાર મારો ટેસ્ટ થતો હતો, અને સુરક્ષિત હોવાનો અનુભવ થતો હતો. ઉપરથી લઈને નીચે સુધી બધા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝરનું પાલન કરતા હતા. જેના કારણે જ ત્યાં ટુર્નામેન્ટ દરમિયાન એક પણ પોઝિટિવ કેસ નહોતો નોંધાયો.

આગળ તેમણે કહ્યું કે, *હું સમજી નથી શકતો શા માટે, તેમણે માત્ર ૭ મહિના થયા છે અને ભારતમાં ટુર્નામેન્ટના આયોજન માટે વિચાર કર્યો? જો કોઈ એક જ શહેરમાં આયોજન થતું હોય તો બાયો-બબલનું સારી રીતે પાલન થઈ શકે છે. એટલે જો તમે માત્ર મુંબઈની પસંદગી કરી હોત તો સારું રહેતું, પરંતુ અહીં તો ૬ શહેરોમાં આઈપીએલનું આયોજન કરવામાં આવ્યું

તેમણે એ પણ સવાલ ઉઠાવ્યો કે, પાછલા વર્ષે યુએઈમાં આઈપીએલ દરમિયાન જે એન્જસીએ બાયો-બબલની જવાબદારી સંભાળી હતી તે એજન્સીને જ શા માટે બીસીસીઆઈ દ્વારા જવાબદારી સોંપી નહીં?

(7:56 pm IST)