મુખ્ય સમાચાર
News of Wednesday, 5th May 2021

કેનેડામાં હવે બાળકોને લગાવાશે કોરોનાની વેક્સીન : ફાઇઝરની રસીને મંજૂરી :વિશ્વનો પહેલો દેશ બન્યો

12 વર્ષ સુધીના બાળકોના રસીકરણ માટે ફાઇઝર-બાયોએનટેકની કોરોના વેક્સિનને મંજૂરી

ટોરેન્ટોઃ કેનેડાએ 12 વર્ષ સુધીના બાળકોના રસીકરણ માટે ફાઇઝર-બાયોએનટેકની કોરોના વેક્સિનને મંજૂરી આપી દીધી છે. કેનેડા આમ કરનાર પ્રથમ દેશ બની ગયો છે. મોટાભાગના દેશોમાં અત્યારે વ્યસ્કોને જ કોરોના રસી લગાવવામાં આવી રહી છે તો કેટલાક દેશોમાં રસીકરણની ન્યૂનતમ ઉંમર 16 વર્ષની છે. તેનાથી નાની ઉંમરના લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી નથી.

કેનેડાના ચીફ મેડિકલ એડવાઇઝર સુપ્રિય શર્માએ એક પત્રકાર પરિષદમાં કહ્યુ, કેનેડામાં આ પ્રથમ વેક્સિન છે જે બાળકોને કોવિડ-19થી બચાવવા માટે મંજૂરી આપવામાં આવી છે અને તે મહામારી વિરુદ્ધ કેનેડાની જંગમાં પાયાનો પથ્થર સાબિત થશે. દુનિયામાં સૌથી પહેલા અમે 12-15 વર્ષની ઉંમરના બાળકો માટે ફાઇઝરની વેક્સિનને મંજૂરી આપી છે. 

શર્માએ પણ તે કહ્યું કે, ઉત્પાદક તરફથી જમા કરાવવામાં આવેલ ટેસ્ટિંગ રિપોર્ટની સમીક્ષા બાદ જલદી બ્રિટન અને યૂરોપીય યુનિટનમાં પણ તેને મંજૂરી આપવામાં આવી શકે છે. જાણવા મળી રહ્યું છે કે અમેરિકામાં પણ આગામી સપ્તાહ સુધી 12-15 વર્ષ સુધી બાળકો માટે આ વેક્સિનને મંજૂરી આપવામાં આવી શકે છે. 

(12:14 am IST)