મુખ્ય સમાચાર
News of Thursday, 5th August 2021

GST.. ચાર વર્ષે પણ ટ્રિબ્યુનલ નહીં બનાવતા મામલો સુપ્રીમમાં પહોંચ્યો

અપીલમાં હારી ગયા બાદ ટ્રિબ્યુનલના અભાવે હાઇકોર્ટમાં જવાની સ્થિતી

નવી દિલ્હી,તા. ૫ : જીએસટી લાગુ થવાના ચાર વર્ષે બાદ પણ ટ્રીબ્યુનલની રચના કરવામાં નહીં આવતા કરદાતાઓએ પરેશાની વેઠવી પડે છે. આ કારણોસર ટ્રીબ્યુનલની રચના કરવા માટે સુપ્રિમ કોર્ટમાં રીટ પીટીશન કરવામાં આવી છે.

જીએસટીને લગતી બાબતોમાં અધિકારીઓ દ્વારા એક તરફી નિર્ણય લેવામાં આવે તેવા કિસ્સામાં કરદાતા દ્વારા અપીલમાં જતા હોય છે. જો કે અપીલમાં ગયા બાદ પણ કરદાતાની તરફેણમાં ચુકાદો આવતો નહીં હોવાના લીધે હારી જતા હોય છે. ત્યારબાદ ટ્રીબ્યુનલમાં જવાનું હોય છે. પરંતુ ટ્રીબ્યુનલની રચના જ કરવામાં આવી નહીં હોવાના લીધે કરદાતાએ હાઇકોર્ટમાં જવું પડતુ હોય છે. જ્યારે નિયમ પ્રમાણે જીએસટીમાં ટ્રીબ્યુનલની રચના કરી દેવાની હોય છે. તેમ છતાં રચના કરવામાં આવતી નથી હોવાની કરદાતાએ હાઇકોર્ટમાં જવું પડતુ હોય છે.

તેમજ તેના લીધે આર્થિક ભારણ પણ વધુ વેઠવાની સ્થિતી સર્જાતી હોય છે. આ જ કારણોસર જીએસટીના ચાર વર્ષ બાદ પણ ટ્રીબ્યુનલની રચના કરવામાં આવી નહીં હોવાથી સુપ્રિમમાં રીટ પીટીશન કરવામાં આવી છે. તેથી આગામી દિવસોમાં તેની સુનાવણી થયા બાદ જે નિર્ણય આવે તેના પર રાહ જોવાઇ રહી છે.

(10:32 am IST)