મુખ્ય સમાચાર
News of Thursday, 5th August 2021

ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં કોરોનાથી ૨૦ વર્ષના યુવકનું મોત થવાનો પહેલો કિસ્સો

સિડની,તા. ૫: કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટથી બચવા અનેક દેશ હોટસ્પોટ વિસ્તારમાં લોકડાઉન લગાવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમા ૨૦ વર્ષના યુવકનું કોરોનાથી મોત થવાનો પહેલો કિસ્સો છે.

૨૦ વર્ષના યુવકના મોતને લઈને જે માહિતિ સામે આવી છે તેમાં જાણવા મળ્યું છે કે યુવકે વેકિસન લીધી ન હતી, આ સિવાય સિડનીમાં પણ છેલ્લા ૬ અઠવાડિયાથી લોકડાઉનની સ્થિતિ છે. ચીન, ઓસ્ટ્રેલિયા, ફિલિપિન્સ, થાઈલેન્ડ, વિયેતનામ સહિત અન્ય દેશ પણ કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટને આક્રમક થવાથી રોકવા માટે હોટસ્પોટ વિસ્તારોમાં લોકડાઉન કરી રહ્યા છે.

ચીનના દરેક શહેરોના પ્રભાવિત વિસ્તારોમાં પાબંધીઓ લગાવાઈ છે. ફ્રાન્સમાં પણ લોકો હેલ્થ પાસનો વિરોધ કરી રહ્યા છે. સરકારનું કહેવું છે કે સાર્વજનિક સ્થાનો પર વેકિસન સર્ટિફિકેટ કે નેગેટિવ રિપોર્ટ અનિવાર્ય છે. લોકો નિયમનો વિરોધ કરી રહ્યા છે. નાઈજિરિયામાં ડોકટર્સની હડતાલથી સ્થિતિ બગડી છે. અમેરિકામાં પણ દર્દીને મળવાની સ્થિતિ કાયમ બની રહી છે.

બ્રિટનમાં ૨૪ કલાકમાં ૨૧ હજારથી વધારે સંક્રમિતો આવી રહ્યા છે. આ સાથે ૧૩૮ લોકોના મોત થયા છે.

(2:35 pm IST)