મુખ્ય સમાચાર
News of Thursday, 5th August 2021

કુસ્તીમાં અંશુ મલીક બ્રોન્ઝની રેસમાંથી બહાર

નવી દિલ્હીઃ   ભારતમાં કુસ્તીમાંથી સારા સમાચાર મળ્યા નથી. ભારતની પહેલવાન અંશુ મલિક બ્રોન્ઝ મેડલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ૫૭ કિલોગ્રામ વર્ગની ઇવેન્ટમાં રેપેચેઝ રાઉન્ડ-૧મા અંશુને રશિયાની વેલેરિયા કોબ્લોવાએ ૧-૫થી હાર આપી હતી.

 અંશુ પાસે પોતાના બંને રેપેચેજ મેચ જીતીને બ્રોન્ઝ જીતવાનો મોકો હતો. પ્રી-કવાર્ટર ફાઇનલમાં અંશુ ઇરીના કુરાચકિના સામે હારી ગઈ હતી. હવે ઇરીના ફાઇનલમાં પહોંચી હતી અને અંશુને રેપેચેઝમાં રમવાનો મોકો મળ્યો હતો. ઓલિમ્પિકમાં કુસ્તીના નિયમો પ્રમાણે, અંતિમ ફાઇનલસ્ટિ સાથે હારનારને બ્રોન્ઝ માટે સેમિફાઇનલસ્ટિ સાથે રમવાની તક મળે છે.

આસામ સરકાર રોડ બનાવી રહી છે

બ્રોન્ઝ મેડલ વિનર બોકસર

લવલીના બોરગોહેનના ઘર સુધી બનશે

 નવી દિલ્હીઃ બોકસર લવલીના બોરગોહેનએ બોકિંસગમાં  મેડલ મેળવીને તેણે દેશનું ગૌરવ તો વધાર્યું જ છે. પરંતુ, આસામ સરકાર તરફથી હવે તેના ઘર સુધી નવો રોડ પણ બનાવાઈ રહ્યો છે. બોરગોહેન એ મેળવેલી સિદ્ધિ બાદ, રોડનું કામ જોરશોરથી શરુ થયું અને એ બદલ તેનો પરિવાર અને આસપાસના રહીશો ખુબ જ ખુશ છે.  લવલીનાએ પણ મેડલ મેળવ્યા બાદ, સમગ્ર દેશના નાગરિકોનો આભાર વ્યકત કર્યો હતો, તેણે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, હું દરેક દેશવાસીની આભારી છું. આપની પ્રાર્થના અને શુભેચ્છાએ મને હિંમત આપી હતી અને તેના કારણે હું મેડલ જીતી શકી. આ સાથે તેણે તેના કોચ અને સપોર્ટ સ્ટાફના પણ વખાણ કર્યા હતા.ઁ તેણે વધુમાં જણાવ્યું હતું કે, આવનારા પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪ માટે હું વધુ મહેનત કરીશ અને દેશને ગોલ્ડ અપાવવા માટે કટિબદ્ધ છું.

(3:31 pm IST)