મુખ્ય સમાચાર
News of Thursday, 5th August 2021

નાસાએ 13 અબજ વર્ષ જૂના ગેલેક્સી ડેટાનો વીડિયો કર્યો શેર આ વીડિયો નાસાના હબલ ટેલિસ્કોપ દ્વારા કેપ્ચર કરવામાં આવ્યો છે.

નવી દિલ્હી : અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ ગેલેક્સીના ડેટાનો 13 અબજ વર્ષ જૂનો વીડિયો બહાર પાડ્યો છે. જેને જોઈને દરેકને આશ્ચર્ય થાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ ઘણું ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે. તેને સાંભળી શકાય છે અને જોઈ શકાય છે. આમાં, નાસાએ 13 અબજ વર્ષમાં ગેલેક્સીનું મૂળ ધ્વનિ દ્વારા દર્શાવ્યું છે. આ વીડિયો નાસાના હબલ ટેલિસ્કોપ દ્વારા કેપ્ચર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે. તેને ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર શેર કરવામાં આવી છે.

હબલનો અલ્ટ્રા ડીપ ફિલ્ડ ફોટો અવાજ દ્વારા અનેક તારાવિશ્વો દર્શાવે છે. જ્યારે વીડિયોમાં ચમક દેખાય છે. ત્યારે આપણે દરેક ગેલેક્સીને અલગ અવાજમાં સાંભળી શકીએ છીએ  આકાશગંગા જેટલી દૂર છે તેના પ્રકાશને હબલ સુધી પહોંચવામાં વધુ સમય લાગશે. એપ્રિલ 1990માં નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા હબલ ટેલિસ્કોપ લોન્ચ કરવામાં આવ્યું હતું. તેને સ્પેસ શટલ ડિસ્કવરી દ્વારા અવકાશમાં મોકલવામાં આવ્યું હતું.

 

અમેરિકન ખગોળશાસ્ત્રી એડવિન પોનવેલ હબલના માનમાં આ ટેલિસ્કોપને 'હબલ' નામ આપવામાં આવ્યું હતું. આ એકમાત્ર ટેલિસ્કોપ છે જે નાસા દ્વારા માત્ર અવકાશ માટે બનાવવામાં આવ્યું હતું. 13.2 મીટર લાંબા ટેલિસ્કોપનું વજન 11,000 કિલો છે. તે પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં ભ્રમણ કરે છે. અગાઉ, નાસાએ સૂર્યનો વીડિયો પણ બહાર પાડ્યો હતો. આ વિડીયો સૂર્યની સપાટી પર કોરોનલ માસ ઇજેક્શન (CME) દર્શાવે છે.

આ વીડિયો પર નાસાએ જણાવ્યું હતું કે, સોલર પ્લાઝ્માની આ તરંગો અબજો કણો અવકાશમાં મોકલી રહી છે જેની તીવ્રતા 160,000 કિલોમીટર પ્રતિ કલાક છે. નાસાએ 2013માં એમ પણ કહ્યું હતું કે તેની સોલર ડાયનેમિક્સ ઓબ્ઝર્વેટરી (SDO)એ આ CMEને અત્યંત અલ્ટ્રાવાયોલેટ પ્રકાશમાં નિહાળ્યું હતું પરંતુ તે પૃથ્વી તરફ ઈશારો કરી રહી ન હતી. આ સાથે નાસાએ એ પણ કહ્યું કે, CME કેટલું જોખમી છે સૂર્યની સપાટી પર કિરણોત્સર્ગના શક્તિશાળી વિસ્ફોટોથી સર્જાયેલા સૌર તરંગો અસ્થાયી રૂપે સંદેશાવ્યવહાર અને નેવિગેશન સિસ્ટમોને નુકસાન પહોંચાડી શકે છે.

(10:01 pm IST)