મુખ્ય સમાચાર
News of Saturday, 5th September 2020

ડોનાલ્ડ ટ્રમ્પે કરી PM મોદીની પ્રશંસા

ચીન-ભારત સરહદ વિવાદમાં મદદ માટે તૈયારઃ ટ્રમ્પ

ટ્રમ્પે એક ચૂંટણી સંબોધન દરમિયાન ભારતના લોકોની પ્રશંસા કરી અને કહ્યુ કેઃ તે લોકો મહાન છે, તેમણે એક શાનદાર નેતાને પસંદ કર્યા છે

વોશિંગટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યુ કે, પશ્યિમિ હિમાલયથી પસાર થતી પર્વત સીમાને લઈને ભારત અને ચીનની વચ્ચે વિવાદને ઉકેલવામાં અમેરિકા મદદ માટે તૈયાર છે. તેમણે કહ્યું કે, ' અમે ચીન અને ભારતના સંબંધમાં મદદ કરવા માટે તૈયાર છીએ. જો અમે તેમાં કંઈ કરી શકીએ તો અમે તેમાં સામેલ થવા અને મદદ કરવાનું પસંદ કરીશું.'

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતીય-અમેરિકી મતદાતાને પોતાની તરફ લાવવામાં કોઈ કસર છોડવા માગતા નથી. ટ્રમ્પે એક ચૂંટણી સંબોધન દરમિયાન ભારતના લોકોની પ્રશંસા કરી અને કહ્યુ કે, તે લોકો મહાન છે. તેમણે એક શાનદાર નેતાને પસંદ કર્યાં છે. તેમણે કહ્યું કે, ભારતીય લોકો અને પીએમ મોદીનું સમર્થન પ્રાપ્ત છે.

ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીની પ્રશંસા કરતા કહ્યુ કે, પીએમ મોદી અમારા સૌથી સારા મિત્રોમાંથી એક છે અને તે ખુબ શાનદાર કામ કરી રહ્યાં છે. ટ્રમ્પે કહ્યુ કે, તેમને લાગે છે કે મોટાભાગના ભારતીય-અમેરિકી તેમને મદદ કરશે.

આ દરમિયાન ટ્રમ્પે ચીન પર પણ હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે, આ સમયે રૂસમાં પણ વધુ ચીનની ચર્ચા થવી જોઈએ, કારણ કે તે જે કામ કરી રહ્યું છે, તે ખુબ ખરાબ છે. તેમણે કહ્યું કે, ચીનના એક વાયરસે વિશ્વના ૧૮૮ દેશોમાં તબાહી મચાવી છે. વિશ્વએ તેને જોયું છે.

સરહદ પર ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ પર ડોલાન્ડ ટ્રમ્પે કહ્યુ કે, ખુબ ખરાબ સ્થિતિ છે. અમે તણાવ ઓછો કરવા માટે ચીન અને ભારતની મદદ કરવા હંમેશા તૈયાર છીએ. તેમણે કહ્યું કે, આ મામલા પર બંન્ને દેશો સાથે વાત કરીશું. તેમણે કહ્યું કે, ચીનની ચાલાકીને વિશ્વ સમજી રહ્યું છે.

(10:21 am IST)