મુખ્ય સમાચાર
News of Saturday, 5th September 2020

દરેક જગ્યાએ લૂંટ ચલાવી ફરાર

લુટેરી દુલ્હનઃ ૧૦ વર્ષમાં ૮ વૃદ્ઘો સાથે કર્યા લગ્ન

લખનઉ, તા.૫: ઉત્તર પ્રદેશ પોલીસે એક એવી લુટેરી દુલ્હન વિરુદ્ઘ કેસ દાખલ કર્યો છે, જેણે ૧૦ વર્ષમાં ૮ વૃદ્ઘો સાથે લગ્ન કર્યાં છે. લગ્ન બાદ તે દ્યરમાંથી જવેલરી અને કેશ લઈને ફરાર થઈ જાય છે.

ઉત્તર પ્રદેશની ગાઝિયાબાદ પોલીસે એક એવી લુટેરી દુલ્હન વિરુદ્ઘ કેસ દાખલ કર્યો છે, જે વૃદ્ઘ લોકોને નિશાન બનાવતી હતી. તેની ઓળખ મોનિકા મલિકના રૂપમાં થઈ છે.

આ ફ્રોડ મહિલાએ એક ૬૬ વર્ષના કન્સ્ટ્રકશન કોન્ટ્રાકટરને પોતાનો  નિશાન બનાવ્યો હતો. તે પોતાના આ ૮જ્રાક્ન દ્યરવાળાનો ૧૫ લાખ રૂપિયાની કિંમતનો સામાન લઈને ભાગી ગઈ હતી.

આ વ્યકિતનું નામ જુગલ કિશોર છે જે ગાઝિયાબાદનો રહેવાસી છે. પાછલા વર્ષે તેની પત્નીનું નિધન થયું હતું અને તેનો પુત્ર પણ અલગ દ્યરમાં રહેવા લાગ્યો તો એકલતાને કારણે બીજા લગ્નનું વિચાર્યું હતું.

આ કારણે તે દિલ્હીની મેટ્રોમોનિયલ એજન્સી, ખન્ના વિવાહ કેન્દ્રમાં જઈને મળ્યો હતો. એજન્સીએ તેને વિશ્વાસ અપાવ્યો કે, તેની મેચિંગ પ્રમાણે તે યુવતી શોધી આપશે.

ત્યારબાદ મેટ્રોમોનિયલ સાઇટ તરફથી જુગલ કિશોરનો પરિચય મોનિકા મલિક સાથે કરાવવામાં આવ્યો, જેને તેણે ડિવોર્સી જણાવી હતી. થોડા સપ્તાહ બાદ ઓગસ્ટ ૨૦૧૯માં બંન્નેએ કોર્ટમાં લગ્ન કરી લીધા હતા.

ત્યારબાદ બંન્ને સાથે રહેવા લાગ્યા પરંતુ બે મહિના બાદ આ લુટેરી દુલ્હન જવેલરી અને કેશ લઈને ભાગી ગઈ જેની કિંમત આશરે ૧૫ લાખ રૂપિયા હતી. ત્યારબાદ જુગલ કિશોરે મેટ્રોમોનિયલ સાઇટમાં વાત કરી તો તેમને ધમકાવવામાં આવ્યા. ત્યારબાદ કિશોરને મોનિકાના પહેલા પતિ વિશે માહિતી મળી જેને તે છેતરીને ભાગી ગઈ હતી.

'સૌથી કદરૂપ, સેકસલેસ ભારતીય મહિલાઓ, ખબર નહીં બાળકો કેમ પેદા થાય છે'ૅં રિચર્ડ નિકસનનું વિવાદિત નિવેદન

ત્યારે કિશોરે પોલીસમાં આ મામલાની ફરિયાદ કરી હતી. પોલીસે ફરિયાદ બાદ તપાસ કરતા ખ્યાલ આવ્યો કે લુટેરી દુલ્હનના ૧૦ વર્ષમાં આ આઠમાં લગ્ન હતા અને દરેક જગ્યાએ લૂટીને ભાગી ગઈ હતી. આ તમામ લગ્નો ખન્ના વિવાહ કેન્દ્ર જ નક્કી કરતું હતું.

ત્યારબાદ પોલીસે મોનિકા, તેના પરિવાર અને મેટ્રોમોનિયલ એજન્સી વિરુદ્ઘ આઈપીસીની કલમ ૪૧૯, ૪૨૦, ૩૮૦, ૩૮૪, ૩૮૮ અને ૧૨૦ હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

(3:35 pm IST)