રિયાના કહેવાથી સૈમુઅલને ડ્રગ્સ લાવવા કહ્યુ હતું: ભાઇ શોવિકનું નિવેદન રિયા ચક્રવર્તીની ધરપકડ માટેનું કારણ બની શકે
નવી દિલ્હીઃ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે જોડાયેલા ડ્રગ્સ મામલાની તપાસમાં નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ શુક્રવારે દિવસભરની પૂછપરછ બાદ રિયા ચક્રવર્તીના ભાઈ શોવિક ચક્રવર્તી અને સુશાંતના હાઉસ મેનેજર સ સૈમુઅલ મિરાન્ડાની ધરપકડ કરી હતી.
આજે થઈ શકે છે રિયા ચક્રવર્તીની ધરપકડ
સૂત્રો પ્રમાણે, આજે રિયાને પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે અને તેની પણ ધરપકડ કરવામાં આવી શકે છે, કારણ કે એનસીબીની સામે આપવામાં આવેલ નિવેદન કોર્ટની સામે આપવામાં આવેલા નિવેદન બરાબર હોય છે.
શોવિકનું આ નિવેદન બની શકે છે રિયાની ધરપકડનું કારણ
પૂછપરછ દરમિયાન NCBએ શોવિક અને સૈમુઅલને ડ્રગ્સ ચેટના પૂરાવા દેખાડ્યા હતા. સૂત્રો પ્રમાણે એનસીબીની પૂછપરછમાં સૈમુ્લ મિરાન્ડાએ કહ્યુ કે, તેણે શોવિકના કહેવા પર ડ્રગ્સ ડીલર પાસેથી ડ્રગ્સ મંગાવ્યું, જ્યારે શોવિક ચક્રવર્તીએ નિવેદન આપ્યું કે, તેણે રિયાના કહેવા પર સૈમુઅલને ડ્રગ્સ લાવવાનું કહ્યું, એટલે કે રિયા માટે શોવિકનું આ નિવેદન તેની ધરપકડનું કારણ બની શકે છે.
મોડી રાત્રે દીપેશ સાવંતની પણ થઈ પૂછપરછ
તો મોડી રાત્રે એનસીબીએ સુશાંતના સ્ટાફ દીપેશ સાવંતને પણ ઓફિસ પૂછપરછ માટે બોલાવ્યો હતો. શોવિક અને સૈમુઅલને આજે એનસીબી કોર્ટમાં રજૂ કરશે અને બંન્નેના રિમાન્ડની માગ કરી શકે છે.