મુખ્ય સમાચાર
News of Saturday, 5th September 2020

CBIની ટીમ અને એઇમ્સની ફોરેન્સિક ટીમે આજે સુશાંત સિંહ રાજપૂતના ફ્લેટ પર તપાસ હાથ ધરી : રિયા ચક્રવર્તીના ભાઇ શૌવિક અને સૈમુઅલ મિરાંડાને 9 સપ્ટેમ્બર સુધી રિમાન્ડમાં રાખવાનો આદેશ : તેઓ બંને NCBની કસ્ટડીમાં રહેશે

મુંબઇઃ એક્ટર સુશાંત સિંહ રાજપૂત કેસમાં દરરોજ કંઇક ને કંઇક નવી-નવી જાણકારીઓ સામે આવતી જ રહે છે. CBI દ્વારા સતત પૂછપરછ શરૂ રાખવામાં આવી છે. એવામાં CBIની ટીમ અને એઇમ્સની ફોરેન્સિક ટીમ આજે સુશાંત સિંહ રાજપૂતના ફ્લેટ પર પહોંચી હતી. જ્યાં રિયા ચક્રવર્તીના ભાઇ શૌવિક અને સૈમુઅલ મિરાંડાને 9 સપ્ટેમ્બર સુધી રિમાન્ડમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટે નિર્ણય સંભળાવ્યો છે કે, “તેઓ બંને NCBની કસ્ટડીમાં રહેશે. મેજિસ્ટ્રેટ નરેન્દ્ર જોશીએ આ નિર્ણય સંભળાવ્યો છે.

આ સાથે જ કૈજાનને 14 દિવસ માટે જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવેલ છે. જો કે શૌવિક અને સૈમુઅલ મિરાંડા સિવાય ત્રીજા અભિયુક્ત, ડ્રગ્સ પેડલર કૈઝાન ઇબ્રાહિમને એસ્પાલેડ કોર્ટ દ્વારા જમાનત મળી ગઇ છે. થોડાં સમય પહેલા જ કૈઝાનને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં રાખવાનો નિર્ણય સંભળાવ્યો હતો. જો કે હવે તેને જામીન આપી દેવામાં આવી છે.

શૌવિક ચક્રવર્તીના વકીલ સતીશ માનેશિંદેએ NCB ના રિમાન્ડનો વિરોધ કર્યો છે. સુશાંત સિંહ રાજપૂત મામલે શુક્રવારના રોજ NCBએ મોટી કાર્યવાહી કરતા રિયાના ભાઇ શોવિક અને સુશાંતના હાઉસ મેનેજર સૈમુઅલ મિરાંડાની ધરપકડ કરી હતી. બીજી બાજુ એવા સમાચાર સામે આવી રહ્યાં છે દીપેશ સાવંતની ધરપકડ નહીં કરવામાં આવે. તેને એક સાક્ષીનાં રૂપમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આજે તેનું સ્ટેટમેન્ટ પણ રેકોર્ડ કરવામાં આવશે.

સુનાવણીના પહેલા કોરોના ટેસ્ટ

શૌવિક, સૈમુઅલ મિરાંડા, જૈદ અને બસિતને સાયન હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ માટે લઇ જવામાં આવ્યાં. અહીં શૌવિક, સૈમુઅલ, જૈદ, બસિતનો કોવિડ ટેસ્ટ થયો. શૌવિક, સૈમુઅલ મિરાંડા, જૈદ અને બસિતનો કોવિડ ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. ખબર છે કે NCB આજે સાંજે 5 વાગ્યાની આસપાસ રિયા ચક્રવર્તીને સમન્સ મોકલી શકે છે. આવતી કાલે NCB રિયાની પૂછપરછ કરી શકે છે.

બીજી વાર પહોંચી CBIની ટીમ

તમને જણાવી દઇએ કે CBI બીજી વખત સુશાંત સિંહના ઘરે ગઇ છે. પ્રથમ વાર જ્યારે 23 ઓગસ્ટે CBI આવી હતી, ત્યારે CBIની તપાસનો બીજો દિવસ હતો. આ કેસ 21 ઓગસ્ટના રોજ CBIને સોંપવામાં આવ્યો હતો. છેલ્લાં 16 દિવસથી ઘણા લોકોના નિવેદનો રેકોર્ડ કર્યા પછી CBI વિસ્તૃત તપાસ માટે અહીં પહોંચી છે. મિતુસિંહ મુંબઈમાં જ રહે છે. આને કારણે, એવું માનવામાં આવે છે કે તેઓ સુશાંતને લગતી ઘણી મહત્વપૂર્ણ માહિતી મેળવી શકે છે.

(5:04 pm IST)