મુખ્ય સમાચાર
News of Monday, 6th February 2023

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ-૩૬૩

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

પાગલોનુ ઘર

પાગલ બનવાથી ડરો નહી કારણ કે બીજુ શું થઇ શકે ? ખરાબમાં ખરાબ જે થવુ જોઇએ તે પહેલેથી થઇ જ રહ્યું છે. આપણે એક નર્કમા જીવી રહ્યા છીએ તેથી જો તમે કઇક અલગ કરશો તો સ્‍વર્ગમાંજ જવાની સંભાવના છે.

પરંતુ લોકો ગભરાય છે કારણ કે જે રીતે પણ તેઓ જીવી રહ્યા છે. તેઓને લાગે છે કે આ સામાન્‍ય  છે. કોઇ સામાન્‍ય નથી બુધ્‍ધ અને જીસસ જેવા સામાન્‍ય લોકો ખૂબ જ જુજ છે. બાકી બધા અસામાન્‍ય છે. પરંતુ અસામાન્‍ય લોકોની બહુમતી છે તેથી તેઓ પોતાને સામાન્‍ય ગણાવે છે. જીસસ તેઓને અસામાન્‍ય લાગે છ.ે અને કુદરતી રીતે બહુમતી લોકો જ નકકી કરશે તેઓ મત આપી શકે છે કે કોણ સામાન્‍ય છે. અને કોણ અસામાન્‍ય છે આ ખુબજ વિચીત્ર દુનીયા છે સામાન્‍ય લોકો અહી અસામાન્‍ય લાગે છે અને અસામાન્‍ય લોકો સામાન્‍ય લાગે છે.

લોકોને જુઓ તમારા મનને પણ જુઓ તે વાંદરા જેવુ છે, પાગલ વાદરા જેવુ ત્રીસ મીનીટ માટે જે કંઇપણ તમારા મનમાં આવે તે લખો અને પછી તે બીજાને બતાવો કોઇપણ તમને પાગલ જ કેશે ગભરાઓ નહી. તમારી લાગણીઓને અનુસરો તમારી પાસે ખોવા માટે કઇ જ નથી.

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૭ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(11:01 am IST)