મુખ્ય સમાચાર
News of Tuesday, 6th April 2021

શિવસેનાનો વળતો સવાલઃ ઉદ્ધવ શા માટે રાજીનામુ આપે ? અમિત શાહ જેલ ગયા ત્યારે શું મોદીએ રાજીનામુ આપ્યુ હતું ?

મુંબઈ, તા. ૬ :. મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે ગઈકાલે રાજીનામુ આપ્યા બાદ ટીવી ડિબેટમાં મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેના રાજીનામાનો મુદ્દો પણ ઉઠયો હતો. જો કે શિવસેનાના પ્રવકતાએ પોતાના બચાવમાં કહ્યુ હતુ કે જ્યારે અમિત શાહ જેલ ગયા હતા તો શું મોદીએ ખુરશી છોડી હતી ?

શિવસેનાના પ્રવકતા સંજય ગુપ્તાએ પોતાના પક્ષના બચાવમાં કહ્યુ હતુ કે જો ઈતિહાસની વાત કરીએ તો સોહરાબુદીન એન્કાઉન્ટર મામલે અમિત શાહ જેલ ગયા હતા, પરંતુ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તેમણે રાજીનામુ નહોતુ આપ્યું. તપાસના ૧૩ થી ૧૪ વર્ષ બાદ સીબીઆઈ કોર્ટે તેમને છોડી મુકયા હતા. તો સીબીઆઈ તપાસ અનુસાર કે કોઈપણ ચાર્જ લાગવાના આધારે તો સરકાર નહિ તૂટે. સરકાર તોડવાની ફોર્મ્યુલા તો અલગ છે.

પ્રવકતાએ દેશમુખનો બચાવ કરતા કહ્યુ હતુ કે સીબીઆઈ તપાસના આધાર પર કોઈ દોષિત નથી થઈ જતા. શું આરોપના આધારે સરકારો તૂટે ? મુખ્યમંત્રી રાજીનામા આપે ?

(12:03 pm IST)