મુખ્ય સમાચાર
News of Tuesday, 6th April 2021

વિકાસ દુબેની જેમ મારા પતિનું પણ એન્કાઉન્ટર થઇ શકે : ગેંગસ્ટર મુખ્તાર અન્સારીની પત્નીએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી : પંજાબથી યુ.પી.સુધીની 900 કી.મી.ની યાત્રા દરમિયાન સુરક્ષાની માંગણી કરી

ચંદીગઠ : ગેંગસ્ટર મુખ્તાર અન્સારીની પત્નીએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી છે.જેમાં પંજાબથી યુ.પી.સુધીની 900 કી.મી.ની યાત્રા દરમિયાન પોતાના પતિ માટે સુરક્ષાની માંગણી કરી છે.જેના કારણમાં તેણે ડર વ્યક્ત કરી જણાવ્યું છે કે વિકાસ દુબેની જેમ મારા પતિનું પણ એન્કાઉન્ટર થઇ શકે છે.

પિટિશનમાં વિશેષમાં જણાવાયા મુજબ પોતાના પતિ મુખ્તાર અંસારી ભાજપ સામે ચૂંટણી લડ્યા હતા. અને તેઓ તેમના કાર્યકર્તાઓ વિરુદ્ધ દાખલ ઘણા કેસોમાં સાક્ષી પણ છે. પોતાના પતિને જાનથી મારી નાખવાની ધમકી પણ મળેલી છે. તેમજ આ અગાઉ તેનો જીવ લેવાની કોશિશ પણ કરવામાં આવી છે.

અન્સારીની પત્નીનું કહેવું છે કે માફિયા ડોન બ્રિજેશ સિંહ યુપી સરકાર સાથે નિકટનો સબંધ ધરાવે છે. જે પોતાના પતિનો કટ્ટર દુશમન છે.તેના તરફથી પણ ભય છે.તેથી સુરક્ષા આપવી જરૂરી હોવાની માંગણી સાથે સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરાઈ છે તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

(1:49 pm IST)