મુખ્ય સમાચાર
News of Tuesday, 6th April 2021

દિલ્હી-મહારાષ્ટ્રમાં કોરોનાનો હાહાકાર યથાવત: કેન્દ્રએ ત્રણ રાજ્યોમાં મોકલી નિષ્ણાતોની ટીમ

30 ટીમો મહારાષ્ટ્રમાં, 11 છત્તીસગઢમાં, 9 ટીમો પંજાબ પહોંચી

કોરોના મામલે ભારત દેશ રેકોર્ડ તોડી રહ્યો છે. હવે એક દિવસમાં એક લાખથી વધુ કેસ સામે આવી રહ્યા છે. તેનાથી કેન્દ્રથી લઈને રાજ્યો સુધી હડકંપ મચી ગયો છે. આરોગ્ય મંત્રી હર્ષ વર્ધન આજે 11 રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે મીટિંગ કરશે.વડાપ્રધાન મોદી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે. કેન્દ્રએ 3 રાજ્યોમાં નિષ્ણાતોની ટીમો પણ મોકલી છે.

કોરોનાથી સ્થિતિ ફરી બગડી રહી છે. દરેક બાજુ જોખમ ફરી વધી રહ્યું છે. કોરોનાએ એટલી ગતિ પકડી છે, કે સાત-આઠ મહિનાનો રેકોર્ડ તૂટી ગયો છે. દેશમાં એક લાખથી વધુ કોરોના દર્દીઓ નોંધાઈ રહ્યા છે. મહારાષ્ટ્રી, છત્તીસગઢ, પંજાબમાં સ્થિતિ વધુ વણસી રહી છે. આ ત્રણ રાજ્યોમાં કેન્દ્રએ નિષ્ણાતોની 50 ટીમો મોકલી છે. આમાંથી 30 ટીમો મહારાષ્ટ્રમાં, 11 છત્તીસગઢમાં, 9 ટીમો પંજાબ ગઈ છે.

ઝડપથી વધી રહેલા સંક્રમણને કેવી રીતે રોકવામાં આવે અને કંઈ નવી રણનીતિઓ બનાવવામાં આવે. તે અંગે આજની મીટિંગમાં ચર્ચા કરવામાં આવશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષ વર્ધન 11 રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે મીટિંગ કરશે. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, પંજાબ અને રાજસ્થાન શામેલ છે.

ખુદ વડાપ્રધાન  મોદી ગુરુવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે. આમાં કોરોનાની સ્થિત અને રસીકરણ પ્રક્રિયા બંન્ને પર વાત થશે

(2:03 pm IST)