મુખ્ય સમાચાર
News of Wednesday, 6th July 2022

હવે ઘઉં, ચોખા, બાજરી, રાગી, જુવાર, જવ પેકેટ પર જીએસટીની સંભાવના

માફી પાત્ર ચીજવસ્‍તુની યાદીમાંથી બહાર કાઢતા તર્કવિતર્ક : જીએસટીનો દર ૫ ટકા નક્કી કરવામાં આવે તો પણ ગૃહિણીઓના રસોડાના ખર્ચમાં વધારો થઇ જશે

નવી દિલ્‍હી,તા.૬: ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સની કાઉન્‍સિલની છેલ્લી બેઠકમાાં જીએસટી માફીની કેટેગરીમાંથી દૂધ, દહીં, છાશ ઉપરાંત ઘઉં, જવ, રાઈ, ઓટ, મકાઈ, ચોખા, બાજરી, જવાર, રાગી, મૂશળી સહિતની સંખ્‍યાંબંધ વસ્‍તુઓ કાઢી નાખવામાં આવી હોવાથી તેના અગાઉથી બનાવી રાખેલા તેના તૈયાર પેકેટ્‍સ  પેકેટ્‍સ પર જીએસટી લાગુ પડે તેવી સંભાવના છે. ૧૮મી જુલાઈથી તેનો અમલ થવાનો હોવાથી આગામી સાતથી દસેક દિવસમાં આ અંગેનું નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવે તેવી સંભાવના છે. ઉપર દર્શાવેલી વસ્‍તુઓ  અગાઉથી પેક કરીને વેચવામાં આવે તો તેના જીએસટી લગાડવામાં આવે તેવી સંભાવના છે.

જીએસટી કાઉન્‍સિલમાં નિર્ણય લેવાયા મુજબ દૂધ, દહીં અને છાશ ઉપરાંત માછલી, ચીઝ, પનીર, મૂશળી, ઘઉં, રાઈ, જવ, ઓટ, મકાઈ, ચોખા, બાજરી, જવાર, રાગીને એક્‍ઝમ્‍પ્‍ટેટ ગુડ્‍સની કેટેગરીમાંથી બહાર કાઢી લેવામાં આવ્‍યા છે. આ ચીજવસ્‍તુઓ અગાઉથી પેક કરીને માર્કેટમાં મૂકવામાં આવશે તો તેના પર ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સ લાગુ કરવામાં આવે તેવી સંભાવના છે. પહેલીવાર જ ઉપરોક્‍ત વસ્‍તુઓ પર ટેક્‍સ લગાડવામાં આવી રહ્યો હોવાથી બહુધા તેના પર ૫ ટકા જ ટેક્‍સ લગાડવામાં આવે તેવી સંભાવના છે. પરંતુ તેને પરિણામે ગુજરાત અને ભારતની જનતાને માથી વરસે રૂા. ૫૦,૦૦૦ કરોડ જેટલો ટેક્‍સનો બોજો આવી જવાની શક્‍યતા જણાઈ રહી છે.

જોકે હજી સુધી તેના પર જીએસટી લાગુ કરવાનો આખરી નિર્ણય લેવાયો નથી. કઈ વસ્‍તુઓ પર જીએસટી લાગુ પડશે તે અંગેનું નોટિફિકેશન ૧૨મીથી ૧૫મી જુલાઈના અરસામાં બહાર પાડવામાં આવે તેવી સંભાવના છે. જીએસટી કાઉન્‍સિલની બેઠકમાં એક્‍ઝમ્‍પ્‍ટેડ કેટેગરીમાંથી બહાર કાઢી લેવામાં આવેલી વસ્‍તુઓ પર જીએસટી લાગુ પાડવાનો નિર્ણય લેવાયો છે. પરંતુ તે તમામ વસ્‍તુઓ પર જીએસટી લાગુ કરવામાં આ જ આવશે તેવો નિર્ણય લેવાયો નથી. પરિણામે તેમાંથી કેટલીક વસ્‍તુઓની છેલ્લીઘડીએ બાદબાકી કરી દેવામાં આવે તેવી પણ સંભાવના રહેલી છે. આમ એક્‍ઝમ્‍શન લિસ્‍ટમાંથી બહાર કાઢેલી તમામ વસ્‍તુઓ પર જીએસટી લાગશે જે તેવું નિશ્ચિતતાથી કહી શકાય તેમ નથી.

આ દર નક્કી કરતાં પહેલા બ્રાન્‍ડેડ અને અનબ્રાન્‍ડેડની વ્‍યાખ્‍યાનું ફાઈન ટયૂનિગ કરવું પડશે. તેમ જ પેકેટમાં તૈયાર રાખેલી અન ેપેકેટમાં તૈયાર ન રાખેલી વસ્‍તુઓ અંગેની વ્‍યાખ્‍યા પણ આપવી પડશે. ઘઉંનું ઉદાહરણ લઈને વાત કરીએ તો શણની બોરીમાં તેનો સપ્‍લાય આપવામાં આવે છે. હોલસેલર તે બોરા જ સીધા રિટેઈલરને મોકલી આપે છે. આ બોરા પેક કરેલા અનાજની કેટેગરીમાં આવશે કે ખુલ્લા વેચેલા અનાજની કેટેગરીમાં આવશે તે અંગે સ્‍પષ્ટતા તવી જરૃરી છે. તેમ નહિ થાય તો તે અંગે ઘણાં વિવાદો થવાની સંભાવના રહેલી છે. ઘઉંના લોટ પેકેટમાં મળે છે તેના પર પણ પાંચ ટકા ટેક્‍સ લાગુ પડે તેવી સંભાવના છે. આ જ રીતે ચણાનો લોટ પણ બ્રાન્‍ડેડ અને અનબ્રાન્‍ડેડ પેકમાં વેચાય છે.

(10:29 am IST)