મુખ્ય સમાચાર
News of Friday, 6th August 2021

અમદાવાદ બનશે ભિખારીમુકત, હવે શહેરમાં નહીં જોવા મળે કોઇ ભિખારી

અમદાવાદ સહિત દેશનાં ૧૦ શહેરોને ભિખારીમુકત બનાવવા માટે હવે કેન્દ્ર સરકારે પ્રાઇવેટ પ્રોજેકટ હાથમાં લીધો છેઃ જે મુજબ આ લોકોને કૈશલ્ય શકિતનાં માધ્યમથી સ્વનિર્ભર બનાવાશે

નવી દિલ્હી, તા.૬: આજે આપણા દેશમાં ભિખારીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. દેશમાં જે પણ રાજયોમાં જાઓ તમને લાખોની સંખ્યામાં ભિખારીઓ જોવા મળી જશે. તેઓ ભિખ માંગીને જ પોતાનુ જીવન વ્યતિત કરતા હોય છે. ત્યારે હવે કેન્દ્ર સરકારે અમદાવાદ સહિત દેશનાં દશ શહેરોમાં આ પાયલોટ પ્રોજેકટ હાથ ધરવાનુ નક્કી કર્યુ છે.

આપને જણાવી દઇએ કે, ભારતમાં લાખોની સંખ્યામાં લોકો ભિખા માંગતા તમને રસ્તા પર જોવા મળી જશે. ત્યારે હવે આ ભિખારીઓ ભીખ માંગવાને બદલે મહેનત કરીને પોતાની કૈાશલ્ય શકિતનાં માધ્યમથી સ્વનિર્ભર બને તે માટે કેન્દ્ર સરકારે પ્રયાસો હાથ ધર્યાં છે. આગામી દિવસોમાં અમદાવાદ સહિત દેશનાં દસ શહેરોને ભિખારીમુકત કરવા ટૂંક જ સમયમાં પાયલોટ પ્રોજેકટ હાથ ધરવા નક્કી કરાયુ છે. આ દેશને ભિખારીમુકત બનાવવાની કેન્દ્ર સરકારની પહેલ છે. દેશમાં તમને લગભગ તમામ જગ્યાએ ભિખ માંગતા લોકો જોવા મળી જશે. વળી દ્યણીવાર તો એવુ સામે આવ્યુ છેે કે, માતા-પિતા પોતે જ તેમના બાળકોને ભિખ માંગવાનું કહેતા હોયો છે.

આપને જણાવી દઇએ કે, કેન્દ્ર સરકારે અમદાવાદ ઉપરાંત નાગપુર, બેંગ્લોર, મુંબઇ, લખનઉ, દિલ્હી, ઇન્દોર, ચેન્નાઇ શહેરને પણ બેગર ફ્રી સિટી બનાવવા પહેલ આદરી છે. કેન્દ્ર સરકારે રાજય સરકારોને રેલ્વે સ્ટેશન પર ભિખ માંગતા બાળકો પર નજર રાખવા પણ સૂચના આપી છે કેમકે, અહી માનવ તસ્કરીનો ભય રહેલો છે.

(4:04 pm IST)