મારા સસરાએ હું કપડા બદલતી હતી ત્યારે રૂમમાં આવીને મારી છાતી ઉપર હાથ ફેરવ્યો હતોઃ હનીસિંહની પત્ની શાલીની તલવારના આક્ષેપો
હનીસિંહ દર મહિને 5 લાખ આપે જેથી મારે વિધવા માતા ઉપર નિર્ભર ન રહેવુ પડેઃ કોર્ટમાં અપીલ
મુંબઇઃ લોકપ્રિય પંજાબી સિંગર અને રેપર હની સિંહ વિરુદ્ધ તેની પત્ની શાલિની તલવારે Protection of Women from Domestic Violence Act હેઠળ કેસ દાખલ કર્યો છે. શાલિનીએ હની સિંહ પર ઘરેલુ હિંસા, મારપીટ, યૌન હિંસા અને આ પ્રકારના તમામ ગંભીર આરોપ લગાવ્યા છે. શાલિનીએ પોતાની અરજીમાં કહ્યું છે કે હની સિંહ તેની સાથે કોઈ 'ફાર્મ એનીમલ' ની જેમ વર્તન કરતો હતો અને તેની સાથે ખુબ જ ક્રુરતાપૂર્વક વ્યવહાર થતો હતો. શાલિનીએ પોતાના કેસમાં હની સિંહ પાસે 10 કરોડનું વળતર માંગ્યુ છે.
મહિને 5 લાખ રૂપિયા આપવાની માંગણી
હની સિંહની પત્ની શાલિનીએ કોર્ટમાં અપીલ કરી છે કે તેઓ હની સિંહને દર મહિને તેને પાંચ લાખ રૂપિયા આપવાનો આદેશ આપે જેથી કરીને તે દિલ્હીમાં એક ફૂલ્લી ફર્નિશ્ડ ઘરમાં આરામથી રહી શકે અને તેણે પોતાની વિધવા માતા પર નિર્ભર રહેવું પડે નહીં.
10 વર્ષથી ટોર્ચર કરતો હતો હની સિંહ?
પોતાની અરજીમાં શાલિનીએ જણાવ્યું કે કઈ રીતે છેલ્લા 10 વર્ષથી હની સિંહ તેને શારીરિક રીતે સતામણી કરતો હતો. તેણે કહ્યું કે કઈ રીતે છેલ્લા કેટલાક વર્ષોથી તેના પર અત્યાચાર થઈ રહ્યા છે તેના તેની પાસે પુરાવા છે.
સસરાએ છાતી પર હાથ ફેરવ્યો હતો?
શાલિનીએ ફક્ત હની સિંહ જ નહીં પરંતુ તેના પિતા ઉપર પણ ગંભીર આરોપ લગાવ્યા છે. શાલિનીએ કહ્યું કે એકવાર તેના સસરા નશાની હાલતમાં તેના રૂમમાં ઘૂસી ગયા હતા. શાલિનીએ જણાવ્યું કે ત્યારે તે કપડાં બદલતી હતી અને તેના સસરાએ તેની છાતી પર હાથ ફેરવ્યો.
કેઝ્યુઅલ સેક્સનો શોખીન છે હની સિંહ?
શાલિનીએ પતિ હની સિંહ પર દગાનો પણ આરોપ લગાવ્યો છે. તેણે અરજીમાં કહ્યું કે હની સિંહ અનેક મહિલાઓ સાથે કેઝ્યુઅલ સેક્સ કરતો હતો અને પોતાની વેડિંગ રિંગ પણ પહેરતો નહતો. એટલું જ નહીં જ્યારે શાલિની તેમના લગ્નની તસવીરો ઓનલાઈન શેર કરતી તો હની સિંહ તેને ખુબ નિર્દયતાથી મારતો હતો.
હની સિંહ સાથે થયા હતા લવમેરેજ
અત્રે જણાવવાનું કે હની સિંહ અને શાલિની તલવારના લવ મેરેજ થયા હતા. લાંબા સમય સુધી રિલેશનશીપમાં રહ્યા બાદ 23 જાન્યુઆરી 2011માં બંને લગ્નના તાંતણે બંધાયા હતા. પરંતુ કોણે વિચાર્યું હતું કે તેમની વચ્ચે ચાલી રહેલા આ ખુબસુરત સંબંધનો આ રીતે અંત આવશે.
હની સિંહ મોટી મુશ્કેલીમાં!
હની સિંહ હવે આ મામલે મોટી મુશ્કેલીમાં મૂકાતો જોવા મળી રહ્યો છે. માત્ર કરિયરની રીતે જ નહીં પરંતુ તેની જે આટલા વર્ષોથી ઈમેજ બની હતી તે પણ ખરડાવવાની ભીતિ છે. હવે આ મામલે કોર્ટ શું ચુકાદો આપે છે તેનો ફેન્સને ઈન્તેજાર રહેશે.