મુખ્ય સમાચાર
News of Saturday, 6th August 2022

ખિલાડી કુમાર રડી પડ્યા : 'રક્ષા બંધન'ની પ્રમોશનમાં ગયેલ અક્ષય કુમાર બહેન અલકાને યાદ કરીને ભાવુક થયા

અક્ષયની બહેન આલકા એક વિડીયોમાં કહે છે –“મારા દરેક સુખ-દુઃખમાં મારી સાથે ઊભો રહ્યો. પિતા અને ભાઈના તમામ રોલ તે નિભાવ્યા રાજા”

મુંબઈ તા.05 : બોલિવૂડ સ્ટાર અક્ષય કુમાર હાલમાં ફિલ્મ 'રક્ષાબંધન'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. અક્ષય કુમાર પોતાની ઓન સ્ક્રીન ચાર બહેનો સાથે 'સુપરસ્ટાર સિંગર 2'માં આવ્યો હતો. અહીંયા અક્ષય કુમાર ઘણો જ ભાવુક થઈ ગયો હતો અને રડવા લાગ્યો હતો.

તેણે પોતાની બહેનને દેવી કહી છે. અક્ષય કુમાર TVના એક સિંગિંગ રિયાલિટી શોમાં પોતાની બહેનને યાદ કરીને રડતો જોવા મળ્યો છે. અક્ષય કુમાર હાલમાં જ બાળકોના સિંગિંગ રિયાલિટી શો સુપરસ્ટાર સિંગર-2ના મંચ પર પહોંચ્યો હતો. જે દરમિયાન ઘણા સ્પર્ધકોએ બહેન-ભાઈના સંબંધને લઈને ઘણાં બધા ગીતો ગાયા. સુપરસ્ટાર સિંગર-2 સાથે જોડાયેલો એક વીડિયો પ્રોમો પણ સામે આવ્યો છે. જેમાં અક્ષય કુમારની બહેન અલકા ભાટિયાનો અવાજ સાંભળવા મળે છે. અક્ષયની બહેન અક્ષય કુમારના વખાણ કરતાં કહે છે કે, 'મારા દરેક સુખ-દુઃખમાં મારી સાથે ઊભો રહ્યો. પિતા અને ભાઈના તમામ રોલ તે નિભાવ્યા રાજા.'

અલકા ભાટિયા વીડિયોમાં આગળ કહે છે કે, 'દરેક કાર્ય માટે આભાર રાજુ.' જેના પછી, અક્ષય કુમાર પોતાની બહેનના વખાણ કરતા અને રડતા-રડતા કહે છે કે, 'અમે ખૂબ જ નાના ઘરમાં રહેતા હતા. 'તે દેવીના આવ્યા પછી, અમારી જિંદગી આખી બદલાઈ ગઈ.' જે બહેન સાથેનો સંબંધ હોય છે તેનાથી મોટો સંબંધ કોઈ નથી. સોશિયલ મીડિયા પર અક્ષય કુમારનો આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અભિનેતાના ચાહકો આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

આ પહેલા પોતાની ફિલ્મ 'રક્ષાબંધન'ને લઈને અક્ષય કુમારને ટ્રોલ કરવામાં આવી ચૂક્યો છે. હાલમાં જ અભિનેતાએ પોતાનો DP બદલ્યો હતો, જેને લઈને તે ટ્રોલ થઈ ગયો છે. તેણે પોતાની DP બદલીને તિરંગો લગાવ્યો હતો. તેની સાથે જ અક્ષય કુમારે ટ્વીટ પણ કરીને લખ્યું કે, 'આઝાદીના 75 વર્ષના અમૃત મહોત્સવની ઉજવણી કરવાનો સમય આવી ગયો છે. ગર્વથી, શાનથી #HarGharTirange લહેરાવવાનો સમય આવી ગયો છે. 'બસ પછી શું હતું, ટ્રોલર્સ તેને અનેક સવાલો પૂછવા લાગ્યા અને તેને ટ્રોલ કરવા લાગ્યા.

અક્ષય કુમારની આ ફિલ્મ 'રક્ષા બંધન' ભાઈ-બહેનના પ્રેમ અને સંબંધો પર આધારિત છે, જે આ મહિને 'રક્ષા બંધન'ના તહેવાર પર 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં અક્ષયની સાથે ભૂમિ પેડનેકર પણ જોવા મળશે.

(12:15 am IST)