મુખ્ય સમાચાર
News of Saturday, 6th August 2022

દિવાળીની રાતે સૂર્યગ્રહણઃ ભારતમાં પણ જોવા મળશે

આ વર્ષે ૨ સૂર્યગ્રહણ અને ૨ ચંદ્રગ્રહણ

રાજકોટ,તા. ૬ : વર્ષ ૨૦૨૨માં કુલ ૪ ગ્રહણ, ૨ સૂર્યગ્રહણ અને ૨ ચંદ્રગ્રહણ થશે. જેમાંથી ૨ ગ્રહણ થયા છે. વર્ષ ૨૦૨૨નું ત્રીજુ ગ્રહણ અને બીજું સૂર્યગ્રહણ ૨૫ ઓકટોબના રોજ થવા થઇ રહ્યુ છે. આ ગ્રહણ ભારતમાં પણ જોવા મળશે અને યોગાનુંયોગ દેશના સૌથી મોટા તહેવાર દીપાવલીના એક દિવસ પહેલા ઉજવવામાં આવશે. જો કે દિવાળીની રાતથી જ ગ્રહણનો પ્રવાહ શરૂ થશે. આ કારણે આ સૂર્યગ્રહણની અસર દિવાળીની પુજા પર પણ પડી શકે છે.
દિવાળી કારતક મહિનાની અમાવાસ્‍યા પર ઉજવવામાં આવે છે. સૂર્યગ્રહણ હંમેશા અમાવસ્‍થા તિથિ પર થાય છે. આ વર્ષે દિવાળી ૨૪ ઓકટોબરના રોજ મનાવવામાં આવશે અને આ રાતથી સૂર્યગ્રહણનો સુતક કાળ શરૂ થશે. દિવાળીની રાત્રે સૂર્યગ્રહણની છાયા હોય એવો સંયોગ ભાગ્‍યે જ બને છે. જો કે સૂર્યગ્રહણના મોક્ષ સમયે સૂયાસ્‍તને કારણે ભારતમાં તે દેખાશે નહીં, પરંતુ તેની અસર રહેશે.
સૂર્યગ્રહણ ૨૫ ઓકટોબરે બપોરે ૨:૨૯ કલાકેથી ૩ કલાક સુધી ચાલશે. પરંતુ તેનો સુતક સમયગાળો ૨૪ ઓકટોબરના રોજ દિવાળીની રાત્રે ૧૨ કલાક પહેલા શરૂ થશે.
જોકે સુતક ૨૪ ઓકટોબરની રાત્રે ૨:૩૦ કલાકથી યોજાશે. આવી સ્‍થિતીમાં દિવાળીની પુજા તો થશે. પરંતુ આ વર્ષે દિવાળીની રાત્રે મહાનિષ્‍ઠના સમયમાં સાધના કરવા માટે ઓછો સમય રહેશે.
આ વર્ષે, દિવાળી પર મહાનિષિત કાલનો સમય ૩ કલાક પછી ૨૪ ઓકટોબરની રાત્રે ૧૦:૫૫ વાગ્‍યાથી ૧:૫૩ વાગ્‍યા સુધી એક જ રહેશે. આ દરમિયાન દેવી લક્ષ્મીની આધ્‍યાત્‍મિક સાધના અને મંત્રોના જાપ ખૂબ જ ફાયદાકારક છે.

 

(3:52 pm IST)