મુખ્ય સમાચાર
News of Saturday, 6th August 2022

નેશનલ હેરાલ્ડ કેસ: સોનિયા-રાહુલ ગાંધીની ઇડી ફરી કરી શકે છે પૂછપરછ: ફરી નવેસરથી સવાલ-જવાબની તૈયારીમાં જોડાઇ

તાજેતરમાં ઇડીએ નેશનલ હેરાલ્ડ કેસમાં દિલ્હી સહિત કેટલીક જગ્યાએ રેડ કરી હતી આ દરમિયાન તપાસ એજન્સીના હાથમાં કેટલાક દસ્તાવેજ લાગ્યા છે

નવી દિલ્હી: નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારની પૂછપરછને લઇને રાજકીય પ્રદર્શન વચ્ચે ઇડી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની ફરી પૂછપરછની તૈયારી કરી રહ્યુ છે. આ મામલે તપાસ એજન્સીના હાથમાં નવા પુરાવા લાગ્યા છે માટે ઇડી ફરી નવેસરથી સવાલ-જવાબની તૈયારીમાં જોડાઇ છે. સૂત્રો અનુસાર યંગ ઇન્ડિયન અને એસોસિએટેડ જર્નલ લિમિટેડની 2019 સુધી નામ માત્ર કંપનીમાંથી ફંડ મળવાનું ચાલુ રહ્યુ હતુ.
સૂત્રોએ જણાવ્યુ કે ઇડી પાસે આ વાતની પુરતી જાણકારી છે કે યંગ ઇન્ડિયા અને એસોસિએટેડ જર્નલ લિમિટેડની કથિત નામ માત્રની બંધ કંપનીમાંથી ફંડ મળતુ રહ્યુ. ફેબ્રુઆરી 2016માં જ્યારે સુપ્રીમ કોર્ટે આ મામલે ગાંધી પરિવાર અને અન્ય લોકો વિરૂદ્ધ ટ્રાયલ રોકવાની અરજી ફગાવી દીધી હતી પરંતુ ફંડ મળવાનો આ સિલસિલો તે બાદ પણ ચાલુ રહ્યો હતો.
તાજેતરમાં ઇડીએ નેશનલ હેરાલ્ડ કેસમાં દિલ્હી સહિત કેટલીક જગ્યાએ રેડ કરી હતી. આ દરમિયાન તપાસ એજન્સીના હાથમાં કેટલાક દસ્તાવેજ લાગ્યા છે જેનાથી આ ખબર પડે છે કે યંગ ઇન્ડિયન અને એસોસિએટેડ જર્નલ લિમિટેડને બંધ પડેલી નામ માત્ર કંપની પાસેથી ફંડ મળતુ રહ્યુ અને આ સિલસિલો 2018-19 સુધી ચાલુ રહ્યો હતો.

(5:15 pm IST)