મુખ્ય સમાચાર
News of Thursday, 6th October 2022

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૩૩૧

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૭ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

પ્રાર્થના

‘‘પ્રાર્થના ભૂલવી જ જોઇએ તે સ્‍વયં સ્‍ફુરીત હોવી જોઇએ''

ઘણા લોકો ચર્ચમાં અને મંદિરમાં પ્રાર્થના કરે છે અને કઇ જ થતુ નથી તેઓ વર્ષોથી પ્રાર્થના કરે છે પરંતુ કઇ જ થતુ નથી કારણ કે તેઓની પ્રાર્થના સ્‍વયંસ્‍ફુરીત નથી તે મનથી થાય છે. પ્રાર્થના મૂર્ખાઇ છે-તમને ખરેખર વિચીત્ર લાગશે કે તમે ભગવાન સાથે વાત કરી રહ્યા છો તે મૂર્ખાઇ છે પણ કામ કરે છે તેથી જયારે પણ કોઇ ક્ષણે જરૂર લાગે ત્‍યારે કરો આવી રીતે કરશો તો પ્રાર્થનાનો જવાબ મળશે ધ્‍યાન કરવાથી તમારી પ્રાર્થનાને એક ઉંડાણ મળશે.

તમે પ્રાર્થના કરો છો અને તમારા શરીર સાથે કઇ થાય છે તો તેને થવા દો જો તમારા શરીરમાં કોઇ હલન ચલન થાય અને ઉર્જા તમારા શરીરમાં વહેવા લાગે તો તેને થવા દો

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(10:39 am IST)